fbpx
અમરેલી

નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ  વેકરિયાના હસ્તે અંદાજીત ૮૪ લાખના ખર્ચે બરવાળા બાવીશી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત

અમરેલી: પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો ઉત્તમથી સર્વોત્તમ બનવા તરફ ગતિ કરી રહ્યો છે. આ કડીના ભાગરૂપે અમરેલી- વડીયા- કુંકાવાવનાં ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય  દંડક શ્રી કૌશિક ભાઈ વેકરીયા હસ્તે બરવાળા બાવીશી ખાતે અંદાજિત રૂ. 84 લાખનાં ખર્ચે તૈયાર થનાર શાળાનું ખાતમુહુર્ત કર્યું હતું.આ પ્રસંગેશ્રી વેકરિયાએ  જણાવ્યું કે,  શિક્ષણ ફક્ત વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી, માનવ કલ્યાણ અને રાષ્ટ્રહિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. નવા વિચારો ,નવી ઊર્જા અને નવા આત્મવિશ્વાસ સાથે ભવિષ્યના આધુનિક અમરેલીના ઉત્કર્ષના સારથી બનો.

અમરેલી જિલ્લો પણ શિક્ષા ક્ષેત્રે પાછળ ન રહે તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના થકી જ અમરેલી-કુંકાવાવ વિસ્તારમાં રૂ. ૧૪ કરોડથી વધુના ખર્ચે અમરેલી કુકાવાવ તેમજ વડીયા વિસ્તારની પ્રાથમિક શાળાઓના ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે.જેના અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા બરવાળા બાવીશી  ખાતે અંદાજિત રૂ. ૮૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાનું ખાતમુહુર્ત કર્યું,જેમાં નવા કલાસરૂમ, મધ્યાહન ભોજન તેમજ કંપાઉન્ડ વૉલ બનાવવામાં આવશે.

શ્રી વેકરિયાએ શાળાઓના ઓરડાંઓનું કામ મજબૂત અને ગુણવત્તાયુક્ત થાય તે જોવા અધિકારીશ્રીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે કુંકાવાવ તા.પં ઉપપ્રમુખ પ્રતિનિધિ શ્રી મનોજભાઈ હપાણી, સરપંચ શ્રી અરવિંદભાઈ ડોબરીયા, જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ ધાનાણી, મોણપુર સરપંચ શ્રી પ્રકાશભાઈ ભેડા, શ્રી પરેશભાઈ ભુવા સહીત શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts