અમરેલી

અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) અંતર્ગતના રસ્તાનેલગતી વિલંબિત કામગીરી ફરી શરુ થશે – કાર્યપાલક ઇજનેર

અમરેલી તા.૩ જાન્યુઆરી, ૨૦૨૫ (શુક્રવાર) અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) દ્વારા વર્ષ:૨૦૨૨-૨૦૨૩માં મંજૂર કરવામાં આવેલા રિસર્ફેસના કામો પૈકી સાવરકુંડલા તાલુકાનાં ધાર-પિયાવા રોડના ડામર કામ ઇન્ફ્રા, અમદાવાદને આપવામાં આવ્યું હતું. ઇજારાદારશ્રી દ્વારા સી.સી. કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું પરંતુ ડામરકામ શરુ ન કરવાના લીધે ઇજારાદારશ્રીના કરારખતનો અંત લાવવામાં આવ્યો હતો.ઇજારદારશ્રી દ્વારા અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત)ને બાહેંધરી સ્વરુપે આ કામગીરીમાં વિલંબ થવાના કારણ જણાવવામાં આવ્યા હતા. આ કામગીરીના વિલંબના કારણોમાંથી મુખ્યત્વે કરારખતના સમયગાળા દરમિયાનના મેડિકલ તેમજ અતિભારે વરસાદના લીધે તેમના આયોજનમાં વિક્ષેપ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.ઇજારેદારશ્રી દ્વારા આગામી તા.૨૫ મે, ૨૦૨૫ સુધીમાં સદર રોડ તેમજ વિલંબથી ચાલતા અન્ય રોડની કામગીરી શરુ કરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. હાલની સ્થિતિએ સ્થળ પર મશીનરી શિફટ કરવામાં આવી છે, આ બાબતોને ધ્યાને લઈ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) કચેરી દ્વારા પુન: વિચારણા કરી મંજૂરી આપવામાં આવી છે, તેમ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત)ના કાર્યપાલક ઇજનેરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts