રાષ્ટ્રીય

દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ક્લાસરૂમ કૌભાંડ મામલે કેસ દાખલ

આમ આદમી પાર્ટી (આપ) ના બે દિગ્ગજ નેતાઓની તકલીફોમાં થશે વધારો, દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ પીડબ્લ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ રૂ. ૨૦૦૦ કરોડના ક્લાસરૂમ કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો છે. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ થઈ રહી હોવાનું એસીબી ચીફ મધુર વર્માએ જણાવ્યું હતું.
પહેલેથીજ કથિત લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા સિસાદિયા અને જૈન વિરુદ્ધ શાળાઓના ક્લાસરૂમ બાંધકામમાં રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. એસીબીએ જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં ૧૨૭૪૮ ક્લાસરૂમ બાંધકામમાં રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. જ્યારે જૈન પીડબ્લ્યુડી(પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ)નો ચાર્જ સંભાળી રહ્યા હતા.
ક્લાસરૂમના બાંધકામનો કોન્ટ્રાક્ટ ૩૪ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જે તમામ છછઁ સાથે જાેડાયેલા હતા. છઝ્રમ્એ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ એડવાઇઝર અને આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી હતી. સસ્તી ગુણવત્તાના ક્લાસરૂમ બાંધી ખર્ચ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાને સમકક્ષ દર્શાવવામાં આવ્યો હતો. રજૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. ૨૪.૮૬ લાખ પ્રતિ રૂમ દર્શાવાયો હતો. જ્યારે દિલ્હીમાં આ પ્રકારના ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. ૫ લાખ પ્રતિ રૂમ છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદ મનોજ તિવારીએ ૨૦૧૯માં દિલ્હીની ૨૩,૨૪, અને ૨૮ ઝોનની સરકારી શાળાઓમાં ક્લાસરૂમના નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ક્લાસરૂમ દીઠ રૂ. ૨૮ લાખનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે દિલ્હીમાં એક ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. ૫ લાખ છે.
આપ નેતા મનીષ સિસોદિયાની ભ્રષ્ટાચારના કેસમાં ઝ્રમ્ૈંએ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ અને ઈડ્ઢએ ૯ માર્ચ ૨૦૨૩ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. સિસોદિયાએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લગભગ ૧૭ મહિના સુધી જેલમાં રહ્યા બાદ કોર્ટે જામીન આપ્યા હતાં. સિસોદિયાએ તમામ આરોપોને ફગાવી કેસ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Related Posts