અમરેલી

ફતેપુર રોડ, અમરેલી ખાતે ફૂડ મસ્તી બ્રાન્ડના એક્સપાયર્ડ લસણીયા કાજુ પફસના પેકેટ્સ ઠલવવામાં આવ્યા હોવા અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરાવવા માંગ 

 અમરેલી શહેરના ફતેપુર રોડ વિસ્તાર ખાતે “ફૂડ મસ્તી” નામની બ્રાન્ડના લસણીયા કાજુ પફસના પેકેટ્સ કોઈ અજાણ્યા શખ્સો કે કંપની એજન્સી દ્વારા મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળા હોવા છતાં જાહેર સ્થળે ઠલવવામાં આવ્યા છે. આ પેકેટ્સનું સંખ્યાબળ બહુ મોટું છે અને તેનું અહીંના રહેવાસીઓ તેમજ રસ્તાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પર ગંભીર માહોલી અસર થતી હોય તેમ જણાઈ રહ્યું છે.

જે જગ્યા પર કચરો નાખવાની સખત મનાઈ છે ત્યાં આગળ કચરો નાખી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને પ્રદૂષણ ફેલાવે છે.

આ પેકેટ્સમાંથી દુર્ગંધ પણ ફેલાઈ રહી છે અને પરિસરમાં કચરો, બીમારી અને જીવલેણ પ્રદૂષણનું માહોલ સર્જાયો છે. આથી ત્યાંના સ્થાનિક લોકોનો દૈનિક જીવન યાપન મુશ્કેલ બની રહ્યો છે. આ એક અનૈતિક અને ગંભીર જાહેર સ્વાસ્થ્યની સમસ્યા છે, જેને અવગણવી શકાતી નથી.

આ મામલો સુરક્ષા કાયદાઓ તથા પર્યાવરણ સંરક્ષણના નિયમોનો પણ ભંગ છે.

અવારનવાર તંત્રને જાણ કરવા છતાં લેવામાં આવેલ નથી અને આજે ગંદકીનો ઢેર થયેલો અને પ્રદુષણ થયું છે.

માટે અમારી માંગ છે કે:

1. તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ તપાસ કરાવવામાં આવે.

2. જવાબદાર વ્યક્તિઓ કે એજન્સીની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

3. જાહેર સ્થળેથી તાત્કાલિક કચરો ઉકેલી સાફસફાઈ કરાવવામાં આવે.

4. આવનારા સમયમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય નિયંત્રણની વ્યવસ્થા કરાવવામાં આવે.

આ વિષય પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવી અસરકારક પગલાં લેશો તેવી અપેક્ષા સાથે.

Related Posts