અમરેલી

ગુજરાત રાજ્યના દરેક ગામમાં CCTV કેમેરાઓ લગાવવા માંગઃ આમ આદમી પાર્ટી 

જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગત તા:- ૨૮/૧૧/૨૦૨૪ ને ગુરુવારના રોજ અમરેલી જીલ્લાના ચિતલ(જશવંતગઢ) ગામમાં ધોળા દહાડે બપોરના લગભગ ૧૧:૩૦ થી ૧૨:૦૦ કલાક આસપાસ એક રાજગોર બ્રાહ્મણ મહિલાના ઘરે ચોરી કરવાના ઈરાદા અથવા અન્ય કોઈ ઇરાદા સબબ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથીયારોથી કરપીણ હત્યા કરી નાંખી છે. આ મહિલા અમરેલી જીલ્લાના અન્ન અને નાગરીક પુરવઠાના નાયબ મામલતદાર શ્રી ના માતુશ્રી હતા. જો આટલા મોટા અધિકારીનું પરીવાર સુરક્ષિત ના હોય તો સામાન્ય માણસના પરીવારના સદસ્યોના જીવનની સુરક્ષા શું હોય શકે !

ગુજરાતમાં આવી ઘટનાઓ લગભગ છેલ્લા 10 વર્ષથી ખુબ મોટા પ્રમાણમાં વધવા પામી છે. જે ગુજરાત મોડેલની વાત આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ સમગ્ર ભારત અને વિશ્વભરમાં કરતા હોય અને તે ગુજરાતના ગામડાઓમાં પણ મહિલાઓ સુરક્ષિત ના હોય તો એ વાત આપણા માટે શરમ, ચિંતા અને ભયજનક છે.આ ઘટનાની જાણ અને FIR સંબંધિત પોલીસ વિભાગમાં કરવામાં આવી છે અને પોલીસ વિભાગ ઘટનાની ગંભીરતા સમજી કામ તો કરી જ રહી છે. પરંતુ પોલીસના કહેવા મુજબ જો એ વિસ્તારમાં CCTV કેમેરાની વ્યવસ્થા હોત કદાચ આવા ચોર અને હત્યારાઓની હિંમત જ ના થાત કે આવી કોઈપણ ઘટનાને અંજામ આપે. અથવા તો આ ઘટનાને અંજામ આપનારા ઈસમોને ઝડપી પાડવામાં ખુબ જ ઝડપ થઈ શકી હોત. અને ભવિષ્યમાં આવા તત્વો દ્વારા અન્ય કોઈ નિર્દોષનો ભોગ ના લેવાત. માટે આ મુદ્દાની ગંભીરતા સમજીને ગુજરાતના દરેક ગામડાની ગામતળની દરેક શેરી અને મુખ્ય આવન જાવન માર્ગોને CCTV કેમેરાનીસુવિધા આપી લોકોને સુરક્ષાને ધ્યાને લઈને આ માંગણીને તત્વરે આપના આદેશથી ગ્રામ્યમાં વસતાલોકોની સલામતી માટે આવરી લેવામાં આવે.જો ગામડા અને ખેતી બચાવી રાખવી હોય તો આ મુદ્દે નક્કર પગલાં તત્વારે લેવા જોઈશે.આશા રાખીએ કે આપનાં તરફથી તાત્કાલિક જન હીત માટે પગલાં લેવામાં આવશે.નોંધ: આખા ગુજરાતમાં શક્યા ના હોય તો અમરેલી જિલ્લાને આ તાત્કાલિક ટ્રાયલ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવે.

Related Posts