અમરેલી

સુરત એરપોર્ટ અને સાવરકુંડલા પુસ્તકાલયને મોરારજીભાઈ દેસાઈનું નામ આપવા ઉઠતી માંગ

વટ પાડી દીધો,

મોંઘવારી નાથવા રેશનનો 

રસ્તો કાઢી દીધો.

​સુરતનું એ ગૌરવ ને 

કુંડલાની અનોખી શાન છે,

નામ દઈ એનું હવામાં,

અમે  ગુંજારવ કરી દીધો.

–“પાંધી સર”

​દક્ષિણ ગુજરાતની ધરતીએ દેશને અનેક રત્નો આપ્યા છે, પરંતુ તેમાં મોખરાનું નામ એટલે પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈ. અંગ્રેજ શાસનમાં એક સનદી અધિકારી (ડેપ્યુટી કલેક્ટર) તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર મોરારજીભાઈએ દેશની આઝાદી કાજે પદત્યાગ કરી લડતમાં ઝંપલાવ્યું હતું. આઝાદી બાદ દેશના નાણાં પ્રધાન અને ત્યારબાદ વડાપ્રધાન પદ સુધી પહોંચી તેમણે જે વહીવટી કુશળતા બતાવી હતી, તે આજે પણ એક મિસાલ છે.

​વહીવટી કુશળતાના દ્રષ્ટાંત આપવામાં આવે છે. તેમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન ચીજવસ્તુઓના ભાવ એટલા સ્થિર હતા કે સામાન્ય માણસને ‘રેશનકાર્ડ’ની જરૂરિયાત વર્તાતી નહોતી. બજારમાં વસ્તુઓ સહેલાઈથી અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ હતી.

​ ડેપ્યુટી કલેક્ટરથી વડાપ્રધાન સુધીની તેમની સફર પારદર્શકતા અને શિસ્ત માટે જાણીતી હતી.

​નાણાં પ્રધાન તરીકે તેમણે દેશના અર્થતંત્રને મજબૂત પાયો આપ્યો હતો.

દક્ષિણ ગુજરાતના પનોતા પુત્ર હોવાને નાતે સુરત એરપોર્ટને ‘મોરારજી દેસાઈ એરપોર્ટ’ નામ આપી તેમને યથાયોગ્ય અંજલિ આપવી જોઈએ તેવી માંગ પ્રબળ બની છે. સાથોસાથ, સાવરકુંડલા શહેર સાથે પણ તેમનો વિશેષ નાતો રહ્યો હોવાથી, સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત જાહેર પુસ્તકાલયનું નામકરણ ‘સ્વ. મોરારજી દેસાઈ જાહેર પુસ્તકાલય’ કરવામાં આવે તો તે નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.

​લોકોની લાગણી છે કે વિકાસશીલ અને શિસ્તબદ્ધ વહીવટના પ્રણેતા એવા આ નેતાના નામને જાહેર સંસ્થાઓ સાથે જોડીને તેમની સ્મૃતિઓને જીવંત રાખવામાં આવે.જેનાથી અન્ય માટે પ્રેરણાસ્ત્રોત પ્રાપ્ત થઈ શકે.

Related Posts