અમરેલી

ધારી તાલુકાના બોરડી ગામે ફોગીંગ સહિતના ડેંગ્યુ રોગ અટકાયતી પગલા લેવામાં આવ્યા

ધારી તાલુકાના બોરડી ગામે ડેંગ્યુના શંકાસ્પદ કેસો સામે આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દલખાણીયની ટીમ દ્વારા પોઝીટીવ કેસ નોંધાયેલા ઘરની આસપાસના ઘરોમાં ફોંગીંગ, પોરાનાશક કામગીરી કરી મચ્છર નિયંત્રણ પગલા લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની જવાબદાર ટીમને ગામમાં ડેપ્યુટ કરી અને આરોગ્ય તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરી પાણી સંગ્રહના તમામ પાત્રોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી છે અને શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી છે.

મેલેરીયા, ડેંગ્યુ અને ચિકુનગુનીયાના ફેલાવા માટે જવાબદાર મચ્છરો ઘરમાં અને ઘરની બહાર આસપાસ થયેલા ચોખ્ખા, ખુલ્લા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકતા હોવાથી પાણી સંગ્રહના તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખવા, ખુલ્લા પડેલા ટાયરો, ભંગાર, માલસામાનનો નિકાલ કરવા મચ્છરોથી સ્વ બચાવની તકેદારી રાખવા અને આરોગ્ય તંત્રને સહકાર આપવા અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડીયાએ લોકોને અપીલ કરી છે. તેમ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts