તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) પેટા વિભાગ નંબર-૧ દ્વારા અમરેલી જેસીંગપરાના બેઠેલા પુલ પાસેથી ગાયત્રી મોક્ષધામ -સાવરકુંડલા ફાટક સુધીના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ અંદાજે ૨ (બે)કરોડ રૂપિયાનું છે. ખરેખર તો આ વિભાગ દ્વારા આ રોડનું કામ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં કરવામાં આવ્યું હતું અને તેનો ગેરંટી પિરિયડ ૫-૭-૨૦૨૩ સુધીનો હતો, જો વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં આ રોડ બનાવવામાં આવ્યો હોય તો માત્ર એક જ વર્ષનો ગેરંટી પિરિયડ કઈ રીતે હોઈ શકે? આ રોડ ક્યાંય પણ તૂટેલો નહોતો અને સારી પરિસ્થિતિમાં હોવા છતાં પણ નાયબ કાર્યપાલકની મનમાની ના લીધે લોકોના ટેક્સના પૈસાનો ખોટો વેડફાટ કરવા માટે નાયબ કાર્યપાલકે અંદાજે ૨ (બે) કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ મંજૂર કરાવીને નવો રોડ બનાવવાનું કામ એજન્સી પાસે શરૂ કરાવ્યું છે, આમ નાયબ કાર્યપાલકની મનમાની અને એજન્સી સાથેની સાંઠગાંઠના લીધે લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ* અટકાવવા માટે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ વિજિલન્સ તપાસની માંગ કરી છે.
માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) પેટા વિભાગ નંબર-૧ ના નાયબ કાર્યપાલક સરકારી નાણાનો દુરુપયોગ કરી રહ્યા છે- મનીષ ભંડેરી

Recent Comments