ભાવનગર જિલ્લાનાં માર્ગ વિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે.
પીપરડી ગામનાં આ રસ્તાનું કામ ઇજારેદાર દ્વારા સારું થયું છે, પરંતુ પછીનાં કામમાં તંત્રની ઘોર બેદરકારીથી જોખમ વધ્યું છે.
ભાવનગર રાજકોટ ધોરી માર્ગને જોડતાં અને ગઢુલા ગામથી પીપરડી જતાં માર્ગમાં રહેલ નાળામાં ભંગાણ પડેલ છે, જ્યાં ગમે ત્યારે નાના મોટા વાહન ભોગ બની શકે તેમ છે. અહીંયા રસ્તા પરની બાજુઓમાં માટીકામ ધોવાણથી વાહનો કે રાહદારી પણ ગબડી પડે તેમ છે.
ભાવનગર જિલ્લાનાં માર્ગ વિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે. જો કે આ પ્રગતિશીલ ગામની આ જોખમી સ્થિતિ અંગે નેતાઓ અને રાજકીય કાર્યકર્તાઓ કેમ મૌન રહે છે.? તે પ્રશ્ન અંહીંના ગ્રામજનો અહીંથી નીકળનારને અવશ્ય થતો હશે. હવે જો આ સરકારી તંત્ર અહીંયા ઉભી કરેલી આડશો દૂર કરી પાકા પાયે મરામત કાર્ય કરે તો સારું, નહિતર જીવલેણ અકસ્માતો થયાં પછી ગંભીર બનીને આગેવાનો અને અધિકારીઓ બધાં જ હરખ પદુડા થઈ તાત્કાલિક ધોરણે કામગીરી કરવાં દોડશે, તે પાક્કું છે.
Recent Comments