અમરેલી

સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને પોષણ વિશે વિસ્તૃત માર્ગદર્શનહિમોગ્લોબીન(HB) અને BMI ટેસ્ટ કરવામાં આવ્યાં

અમરેલીતા.૧૯ એપ્રિલ ૨૦૨૫ (શનિવાર) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી સેજાના ઘનશ્યામનગર અને આદસંગ ગામની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઘનશ્યામનગરના સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓના હિમોગ્લોબીન(HB) અને BMI ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે સગર્ભા, ધાત્રી બહેનોને THRનાં પૅકેટનો રોજિંદા આહારમાં નિયમિત ઉપયોગ કરવા અને તેમાંથી મળતા વિટામિન, કેલ્શિયમ, ખાનીજતત્વો વિશે પણ વિગત આપવામાં આવી હતી.

આ ઉપરાંત આહારમાં લીલા શાકભાજી, કઠોળ, જાડા ધાન્યનો ઉપયોગ, IFAની ગોળી યોગ્ય રીતે લેવા વિશે જાણકારી આપવામાં આવી હતી. કિશોરીઓને પોષણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, શાળાના ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળ લગ્ન અટકાવવા ઉપરાંત કિશોરી સક્ષમ અને શિક્ષિત બને તે માટે કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામા આવ્યું હતું.

આદસંગ ગામે પોષણ પખવાડિયાની ઉજવણીની સાથે બાળકોના સર્વાંગી વિકાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોમાં અમરેલી જિલ્લા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટ, આંબરડી સેજાના  મુખ્ય સેવિકા સૃષ્ટિબેન બોરિસાગર, પ્રી-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર શ્રી કેયુરભાઈ રવૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં, તેમ અમરેલી જિલ્લા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટે જણાવ્યું છે.

Related Posts