અમરેલી

જાગૃત મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા ની અધ્યક્ષતા માં દેવળીયા ગ્રામ પંચાયત નું રૂ.૧.૯૨.૮૨૦૦૦/ વિકાસ લક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

અમરેલી આજરોજ દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત કચેરી ખાતે વર્ષ ૨૦૨૬/૨૭ નું બજેટ બેઠક સરપંચ શ્રી ભાવનાબેન નાથાલાલ સુખડીયા ના અધ્યક્ષ સ્થાને અને સભ્ય સચિવ શ્રી સોનલબેન વ્યાસ તલાટી કમ મંત્રી ની ઉપસ્થિતિમા મળેલી મિટિંગમાં  રૂ.૧.૯૨.૮૨૦૦૦/એક કરોડ બાણું લાખ બયાશી હજાર ના વિકાસ લક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં વર્ષ ૨૦૨૫/૨૬ ના ૧.૮૪.૩૫૦૦૦/ સામે ૨૦૨૬/૨૭ ના વર્ષમાં આયોજન માટે રૂ.૧.૪૮ કરોડના/ વિવિધ પ્રકારની વિકાસ કાર્યો માટે સ્વભંડોળમાંથી વિકાસ કાર્યો માટે ૮ લાખ સફાઈ માટે ૩.૯૫/લાખ સ્ટ્રીટ લાઈટ માટે રૂ ૨.૨૫/લાખ પાણીના વિતરણ વ્યવસ્થા માટે ૫ લાખ. શિક્ષણ માટે ૧.૭૫/ લાખ  લીફટ ઇરીગેશન સિસ્ટમ માટે ૩/ લાખ આમ પ્રવાસન સ્થળ તરીકે પ્રસિદ્ધ થવા જઈ રહેલા દેવભૂમિ દેવળીયા ગામના વિકાસ માટે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું 

Related Posts