સહકારી તાલીમ, યોજનાઓ અને માર્ગદર્શક સેમીનાર દ્વારા રાજયોનો વિકાસ સંભવ દિલીપ સંઘાણી ના નેતૃત્વમાં સહકારી પ્રતિનિધિ મંડળ ઉત્તરાખંડ પ્રવાસે વિવિધ સંસ્થાઓની મૂલાકાતનો દોર શરૂ.

મોડેલ બાયલોજ અંગે ચર્ચા| સ્ટેટ કો – ઓપરેટીવ બેંક અને જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક–દહેરાદુન, કિસાન |સેવા સ.મં.લી-મીયાવાલા ની મૂલાકાત, રચનાત્મક અભિગમ સાથે વિચાર વિમર્શદિલીપ સંઘાણી ઉપરાંત વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, માવજીભાઈ ગોલ, |મનિષભાઈ સંઘાણી, બી.એસ.કોઠીયા, અશોકભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહ્યાસહકારી વર્ષની ઉપલક્ષતામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહકાર મંત્રલાયની રચના સાથે અમિતભાઈ શાહના નેતૃત્વમા સહકારીતાને સક્ષમ બનાવવા અને સહકારી પ્રવૃતિને દેશવ્યાપી ગતિશિલ બનાવવા મોડેલ બાયલોજ સાથે અનેક સહકારી તાલીમ યોજનાઓનું અમલીકરણ, જન જાગૃતિ સેમીનાર, સહકારી પ્રવૃતિ, કૃષિ, પશુપાલન, રોજગારી, મહિલા સહકારી મંડળીઓ, સખી મંડળો વિગેરે કામગીરી જે તે રાજયોના વિકાસમા મહત્વપૂર્ણ પાસુ છે અને તેથી જ સહકારીતાને આવશ્યક બળ પુરૂ પાડવા સહીયારી સહકારી પ્રવૃતિ મા આપણે સૌ સામેલ થઈએ તેમ ઉતરાખંડના પ્રવાસ પ્રારંભે વિવિધ સહકારી સંસ્થાઓ ની મૂલાકાત વેળા પ્રતિનિધિ અગ્રણી–ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી એ જણાવેલ.
ઉત્તરાખંડ પ્રવાસન ક્ષેત્ર હોઈ, પ્રવાસીઓ સહકારી પ્રવૃતિઓથી માહિતગાર અને સહકારી પ્રવૃતિને પ્રવાસ ઉદ્યોગમાં સામેલગીરી કરવા અને તે દ્રારા રોજગારીની નવી આશાઓને મૂર્તિમંત કરવા જરૂરી પ્રયાસો આગળ ઘપાવવા જણાવેલ રાજયના પ્રવાસ દરમ્યાન દિલીપ સંઘાણી અનેક સહકારી એકમો અને યુનિયનોની શુભેચ્છા મૂલાકાત લઈ આવશ્યક વિચાર વિમર્શ કરી રહ્યા છે આ તકે સહકારી સમિતિ સચિવ સંજય શર્મા, સ્ટેટ કો.–ઓપરેટીવ બેંકના જનરલ મેનેજર આકાંક્ષા કંડારી સહિત ગણમાન્ય સહકારી આગેવાનો–પદાધિકારીઓ–અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Recent Comments