અમરેલી

અમરેલી જિલ્લામાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી

સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસયાત્રાને અવિરત આગળ ધપાવતા નાગરિક પ્રથમનો અભિગમ અપનાવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી થશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન થીમ આધારીત જનહિતના કાર્યક્રમ યોજાશે.

જિલ્લામાં તા.૭મી ઓક્ટોબર યુવા સશક્તિકરણ દિવસે નિબંધ અને ક્વિઝ સ્પર્ધાવ્યાખ્યાન માળા સહિતના કાર્યક્રમો શાળા -કોલેજોમાં યોજાશેતા.૮મી ઓક્ટોબરે રોજગાર મેળા યોજાશેતા.૯મી ઓક્ટોબરે પોષણ દિવસ અંતર્ગત પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શનતા.૯ અને ૧૦ ઓક્ટોબર દરમિયાન ઉદ્યોગ સાહસિકતા દિવસે યોગ વિકાસની પ્રેરણાદાયી વાતોના કાર્યક્રમોતા.૧૧મી ઓક્ટોબરે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાશે.

તા.૧૨ અને ૧૩ ઓક્ટોબરના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ભીંતચિત્રો કંડારવા વગેરેતા.૧૪મી ઓક્ટોબરે કૃષિ વિકાસ દિવસે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદોપશુ આરોગ્ય મેળા નવીન ખેત ટેકનોલોજી આધારિત પ્રદર્શન વગેરે આયોજન કરાશે અને તા.૧૫મી ઓક્ટોબરે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે.

ઉલ્લેખનીય છે કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા. ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરૂપે વિકાસ  સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

Related Posts