અમરેલી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે લીલીયા તાલુકાના ગામોમાં વિકાસકાર્યોનો પ્રારંભ

સાવરકુંડલા–લીલીયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ
કસવાલાના હસ્તે લીલીયા તાલુકા બવાડા, ભેંસવડી, પૂજાપાદર, ગોઢાવદર ભેંસવડી ગામે પંચાયત ઘર
તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…
લીલીયા તાલુકાના બવાડા તેમજ ભેસવડી ગામે રૂ.૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘર
(સચિવાલય)ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નવા પંચાયત ઘરથી ગ્રામ પંચાયતના વહીવટી
કાર્ય વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
આ બવાડા તેમજ ભેસવડી ગામે નવી ગ્રામ સચિવાલય બનવાથી ગામના લોકોને વિવિધ સરકારી કામો
માટે સુવિધા મળશે. તેમજ વહીવટી કામગીરી પણ સરળ અને ઝડપી બનશે. ગ્રામ સચિવાલયમાં ગામના
લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મળશે અને તેઓ યોજનાઓનો લાભ મેળવી શકશે. આ
ઉપરાંત, ગ્રામજનો ગ્રામ સચિવાલયમાંથી મહત્વના દસ્તાવેજો પણ મેળવી શકશે. ગ્રામ સચિવાલયની
સ્થાપનાથી ગ્રામજનોના સમય અને ખર્ચની બચત થશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે. આ વિકાસ
કાર્યથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી
યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સચિવાલયની સ્થાપના
કરવામાં આવશે
લીલીયા તાલુકાના પુંજાપાદર તેમજ ગોઢાવદર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા
કરવામાં કામોનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ મજબૂત
બનાવવા માટે સતત કાર્યરત છે અને આગામી સમયમાં પણ વિસ્તારના વિકાસ માટે આવા અનેક કાર્યો હાથ
ધરવામાં આવશે

Related Posts