પોરબંદર શ્રીસાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં ગણેશચતુર્થીના અવસરે સ્થાપિત શ્રીગણેશજીનું અનંતચતુર્દશીના દિવસે ઉત્તરપૂજન તેમજ સંકીર્તન સાથે ભાવપૂર્ણ ભક્તિસભર વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું.
શનિવારે અનંતચતુર્દશીના દિવસે શ્રીહરિ મંદિરમાં શ્રીગણેશજીનું ૧૦૮ મોદક અર્પણ કરીને ઉત્તરપૂજન અને આરતી કરવામાં આવી. ત્યારબાદ સંકીર્તન અને જય જય કાર સાથે વાજતે-ગાજતે સાંદીપનિના ટ્રસ્ટીશ્રી અને ગુરુજનોની ઉપસ્થિતિમાં ઋષિકુમારો દ્વારા સાંદીપનિ સંકુલની પાછળ આવેલા તળાવ ખાતે શ્રીગણેશજીની મૂર્તિનું સંપૂર્ણ આદર અને પુનરાગમનની ભાવના સાથે વિસર્જન કરવામાં આવ્યું.
આ અવસરે શ્રીહરિમંદિરમાં આવેલા દર્શનાર્થીઓ પણ જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

















Recent Comments