fbpx
ગુજરાત

DGP વિકાસ સહાય સુરતમાં બે દિવસની ઓચિંતી મુલાકાતે, કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું

રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય ઓચિંતી બે દિવસ સુરત પોલીસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ડ્ઢય્ઁનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવા આવી પહોંચ્યા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈ થઈ રહેલી કામગીરી પર ચર્ચાઓ કરાઈ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મી અને અધિકારીઓને પ્રમાણપત્ર પાઠવી પ્રોત્સાહિત પણ કરાયા હતાં. રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયને ચાર્જ સોપવામાં આવ્યો છે. નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા બાદ વિકાસ સહાય રાજ્યના મોટા શહેરોમાં પોલીસ વિભાગની ઓચિંતી મુલાકાતે પહોંચી રહ્યા છે. જે અંતર્ગત ડીજીપી વિકાસ સહાય બે દિવસની મુલાકાત માટે સુરત આવી પહોંચ્યા હતા.

ડીજીપી વિકાસ સહાય સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મુલાકાત પર આવ્યા હતા. તેઓએ સુરત પોલીસ કમિશનર અજય કુમાર સહિત સુરતના જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓચિંતી શુભેચ્છા મુલાકાત કરી હતી. સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કરવામાં આવતી કામગીરી પરની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ વિભાગ સહિત સુરત જિલ્લા પોલીસની પણ ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર, સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ઉપરાંત સુરત રેંજના એડીશનલ ડીજી સહિતના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

સુરત ગ્રામ્યમાં પણ ગુનાખોરીને અટકાવવા અને પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક બાબતો વિશે સુરત શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસને ડીજીપી વિકાસ સહાય દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ડીજીપી વિકાસ સહાયની ઓચિંતી સુરત મુલાકાતમાં જુદી જુદી બાબતે અને પોલીસની કામગીરી પર ચર્ચા કરાયા બાદ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ અનેક કર્મચારીને પ્રોત્સાહિત પણ કરાયા હતા.

ડીજીપી વિકાસ સહાય દ્વારા સુરત શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસના અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ જ પ્રકારની કામગીરી તમામ અધિકારીઓને કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, ગુજરાતના ડીજી તરીકેનો ચાર્જ સાંભળ્યા પછી રાજ્યના અધિકારીઓ સાથે અંગત ઓળખાણ થાય અને અધિકારીઓ સાથે મળીને ગુજરાત પોલીસની એક સારી ટીમ બની શકે તે માટે ગુજરાતના જુદા જુદા શહેરોમાં પોલીસની ટીમ સાથે મુલાકાત કરી રહ્યો છું. થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસની મુલાકાત કરી ચર્ચાઓ કરી હતી. આજે સુરત આવ્યો છું.

સુરત ખાતે સુરત પોલીસ કમિશ્નર સહીતના એસપી, સુરત રેંજના એડીશનલ ડીજી સહિતના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને આ માત્ર એક શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યો છું. જેથી પોલીસને કામગીરી કરવામાં પ્રોત્સાહન મળી રહે. ડીજીપી વિકાસ સહાયએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા સુરત પોલીસની કામગીરી અંગે પ્રેઝ્‌ન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. તે પ્રેઝનટેશનમાં પોલીસ દ્વારા સુરતમાં થઇ રહેલી કામગીરી અંગેની માહિતી હતી. મને ખુબ આનંદ થયો છે. સુરત પોલીસની કામગીરી ખુબ જ સરાહનીય કામગીરી થઇ રહી છે. જે અધિકારીઓ દ્વારા ઉત્કૃસ્ત કામગીરી કરી છે તેઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts