દામનગર લાઠી તાલુકાનું ખોબલા જેવડું ધામેલ ગામ હવે હરિયાળી ક્રાંતિ તરફ એક ઐતિહાસિક પગલું ભરી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ આપવાના ઉદ્દેશ્ય સાથે ગામ દ્વારા “મિશન ગ્રીન ધામેલ – વૃક્ષારોપણ અભિયાન 2026” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગ્રામજનોના સહયોગથી આ અભિયાન અંતર્ગત 5,000 વૃક્ષોનું વાવેતર કરવાનો મહાસંકલ્પ કરવામાં આવ્યો છે. આ અભિયાન માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત નથી, પરંતુ દરેક વૃક્ષનું સંરક્ષણ અને ઉછેર કરીને તેને વિશાળ વૃક્ષનું સ્વરૂપ આપવાનો મુખ્ય હેતુ ધરાવે છે.
આ અભિયાનમાં સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ મહત્વની ભૂમિકા નિભાવશે. વૃક્ષારોપણ બાદ તમામ વૃક્ષોની નિયમિત દેખરેખ, જાળવણી અને ઉછેરનું કાર્ય સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા કરવામાં આવશે, જેથી વાવેલા દરેક વૃક્ષનું સફળતાપૂર્વક સંવર્ધન થઈ શકે.ગઈકાલે સુરત ખાતે ધામેલ ગામના વતનીઓ અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. ટીમ દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનોમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરવામાં આવ્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત તમામ ગ્રામજનોએ મિશન ગ્રીન ધામેલને સફળ બનાવવા માટે એકજૂટ થઈને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગામના યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ દેશ-વિદેશમાં વસતા ધામેલવાસીઓ પણ આ હરિયાળા અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
“એક વ્યક્તિ – એક વૃક્ષ, એક પરિવાર – હરિયાળું ભવિષ્ય” ના સંદેશ સાથે ધામેલ ગામ પર્યાવરણ ક્ષેત્રે એક અનોખી પહેલ કરી રહ્યું છે, જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે. સંકલ્પ આપણો હરિયાળું ધામેલ આપણું ના પ્રણ સાથે સર્વેક્ષણ કરાયું “તરું વાવ્યા વિના તરી શકશે નહીં વૃક્ષ વગર ની સૃષ્ટિ માં જીવી શકશે નહીં” ગ્રીન આર્મી ટિમ ના મોભી મનસુખભાઇ સહિત અનેક પ્રકૃતિ પ્રેમી ઓએ આ અભિયાન માં જોડાવા હાકલ કરી છોડ માં રણછોડ ના દર્શન ને ચરિતાર્થ કરવા આહવાન કર્યું હતું એસી કે ફુલર માં બે ડોલ પાણી નાખવા કરતા વૃક્ષ ના ખામણા માં એક ડોલ પાણી નાખી ઉછેર કરો ફળ અને છાયો બંને આપતા રહેશે નો સંદેશ આપ્યો હતો


















Recent Comments