બોલિવૂડ

ધર્મા પ્રોડકશન્સની ફિલ્મ ‘ધડક ટુ’ને સેન્સર બોર્ડ તરફથી યુએ પ્રમાણપત્ર મળી ગયું

આ ફિલ્મને સેન્સર બોર્ડે સોળ કટ સૂચવી યુએ પ્રમાણપત્ર આપ્યું

સાત વર્ષ અગાઉ રીલીઝ થયેલી ફિલ્મ ધડક ની સિક્વલ માટે હવે ઉપડેટ સામે આવી છે, બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શ્રી દેવીની પુત્રી જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ ધડકને સાત વર્ષ થઇ ગયા છે અને હવે તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીને ચમકાવતી ધડક ટુ પણ સિનેમાઘરોમાં બે મહિનામાં રજૂ થઇ જશે. નોંધપાત્ર બાબત એ છે કે મૂળ મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક એટલે ધડક. જેમાં જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધડકનું નિર્દેશન શશાંક ખૈતાને કર્યું હતું.
ફિલ્મ ધડક ટુનું નિર્દેશન શાઝિયા ઇકબાલે કર્યું છે અને આ ફિલ્મની કથા શાઝિયાએ રાહુલ બદવેલકર સાથે મળીને લખી છે. ફિલ્મમાં મુખ્ય જાેડી ઉપરાંત મંજરુ પુપાલા તથા અન્ય એક્ટર્સ પણ છે.
હવે ધર્મા પ્રોડકશન્સની ફિલ્મ ધડક ટુને સેન્સર બોર્ડ તરફથી યુએ પ્રમાણપત્ર મળી ગયું છે. જાતિ અને સામાજિક ભેદભાવનો વિષય ધરાવતી આ ફિલ્મને નવેમ્બર ૨૦૨૪માં રજૂ કરવાની યોજના હતી પણ હવે આ ફિલ્મ જુલાઇ ૨૦૨૫માં રજૂ થશે. મૂળ તો સેન્સર બોર્ડે આ ફિલ્મમાં ૧૬ ફેરફાર સૂચવ્યા હતા અને તેમાં એક ડાયલોગને પણ ફરી લખાવ્યો હતો. આમ છતાં આટલાં ફેરફારો બાદ પણ ફિલ્મને યુએ પ્રમાણપત્ર મળ્યું છે.

Related Posts