અમરેલી

જાફરાબાદના નાગેશ્રી ગામે જુના પાધર વિસ્તારથી નાગેશ્રી શાળા સુધી ખાનગી બસની વ્યવસ્થા કરતા દિલુભાઈ વરુ

જાફરાબાદના નાગેશ્રી ગામે જુના પાધર વિસ્તારથી નાગેશ્રી શાળા સુધી ખાનગી બસની વ્યવસ્થા કરતા દિલુભાઈ વરુ…

 નાગેશ્રી કુમારશાળા અને કન્યા શાળા માં ખાનગી મીની બસ શરૂ કરવામાં આવી

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે જુના પાદર વિસ્તારમાંથી બાળકોને ભણવા જવા માટે ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી જેને ધ્યાને લઇ  જેથી નાગેશ્રી ગામના વતની અને હાલ રાજુલા રહેતા દિલુભાઈ અમરૂભાઈ વરુ દ્વારા બાળકો માટે 32 સીટ બસની વ્યવસ્થા કરવામાં આવી..

કાઠી સમાજના આગેવાન અને સામાજિક અગ્રણી તેમજ સેવાભાવી એવા દિલુભાઇ વરૂ દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરતા વિદ્યાર્થીઓને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી.. નાગેશ્રી ના પાધર વિસ્તારમાંથી બાળકોને અભ્યાસ માટે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી ગાડા માર્ગ ખેતરોના માર્ગ પરથી સત્તા પ્રાણીઓની પણ ડર હોય તેમ જ અને પાધર વિસ્તારમાંથી નેશનલ હાઈવે ઉપરથી જવામાં બાળકોને ખૂબ જ ડર અને ભય હોવાથી બાળકો શાળાએ પણ જઈ શકતા ન હોય જેથી દિલુભાઈ વરુને ત્યાંની આવતા બાળકો માટે 32 સીટ ની મીની બસની  શરૂ કરવામાં આવી તેથી ગામના સરપંચ અને આગેવાનોએ દિલુભાઈ વરુનો આભાર વ્યક્ત કર્યો..

Related Posts