અમરેલી

૧૯૬૨ની સેવા અમરેલી જિલ્લાના વધુમાં વધુ પશુઓ માટેમદદરુપ થાય તેવું આયોજન કરવા જિલ્લા કલેકટરશ્રીના દિશાનિર્દેશ

અમરેલી, તા. ૧૮ જુલાઈ, ૨૦૨૫ (શુક્રવાર) રાજય સરકારના પશુપાલન વિભાગ, ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત અને ૧૦ ગામ દીઠ એક હરતું ફરતું પશુ દવાખાનું, ૧૯૬૨ – કરુણા એનિમલ એમબ્યુલન્સ અને કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત મોબાઇલ વેટરનરી યુનિટી (એમવીયુ) સેવાઓની કો-ઓર્ડિનેશન કમિટીની  જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં, ૧૯૬૨-એનિમલ એમ્બ્યુલન્સ સહિતની સેવાઓના પ્રોજેક્ટ કોર્ડિનેટરશ્રીએ જિલ્લામાં ઉપલબ્ધ સેવાઓના રિસોપન્સ સમય, સાઇકલ ટાઇમ અને કેસની વિગતો સહિત અલગ અલગ પેરામીટર  સમિતિના અધ્યક્ષશ્રી અને જિલ્લા કલેકટરશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાં વધુમાં વધુ પશુઓ માટે ૧૯૬૨ની સેવા મદદરુપ થાય અને પશુપાલકોને લાભ મળે તેમ આયોજન કરવા અધ્યક્ષશ્રીએ સૂચન કર્યુ હતુ. તેમણે સેવાઓને વધુ સદ્દઢ બનાવવા દિશાનિર્દેશો આપ્યા હતા.

૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા, અમરેલી શહેરી વિસ્તાર તેમજ આજુબાજુના ગામમાં માલિકી વિહોણા (સ્ટ્રે એનિમલ) પશુ-પક્ષીઓ માટે સવારે ૮.૦૦ કલાકથી સાંજે ૮.૦૦ કલાક સુધી ૧૨.૦૦ કલાક કાર્યરત છે.

૧૦ ગામ દીઠ એક મોબાઇલ સેવા (એમ.વી.ડી) અને મોબાઇલ વેટરનરી યુનિટ (એમ.વી.યુ)  ફાળવેલા નિશ્ચિત ફાળવેલા ગામોમાં પાલતુ પ્રાણીઓની સેવાઓ કરવામાં આવે છે. પશુપાલકોના હિતાર્થે પશુઓને યોગ્ય આરોગ્ય સારવાર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા આ સુવિધા આપવામાં આવે છે, જે પશુપાલકો માટે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓનો નાગરિકો અને પશુપાલકો લાભ મેળવવા – મદદ માટે ફોન કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે ઉપલબ્ધ આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અનુરોધ છે.

કો-ઓર્ડિનેશન કમિટીની સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, સુપર ન્યુમરરી આઇએએસ શ્રી અતુલ સિંઘ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. શૈલેષ કુનડીયા, માર્ગ અને મકાન વિભાગ પંચાયત, આંકડા વિભાગના અધિકારીશ્રીઓ, ૧૯૬૨ પ્રોગ્રામ મેનેજરશ્રી, જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ  પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી સુનિલ લીંબાણીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts