અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નાવારોએ ટેરિફની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈલોન મસ્ક અને નૈવારો વચ્ચે ઘણા બડા મુદ્દાઓ પર મંતવ્યો એક સરખા નથી.
એક અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના બે વિશ્વાસુ સહાયકો ર્ડ્ઢંય્ઈ સુપ્રીમો ઈલોન મસ્ક અને પીટર નૈવારો વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની ટેરિફ અંગે જાહેરમાં પણ બબાલ થઈ ગઈ છે.
આ વચ્ચે એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પના સાથી અને તેમના વહીવટના વરિષ્ઠ સલાહકાર પીટર નૈવારોએ ટેરિફનું સમર્થન કર્યું છે. નેવારોએ કહ્યું કે, તીવ્ર ઘટાડા પછી બજારમાં ફરી ઉછાળો જાેવા મળશે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ડાઉ જાેન્સ ૫૦,૦૦૦ના અંકને સ્પર્શવા જઈ રહ્યો છે.
નૈવારોનું આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું, ત્યારબાદ મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમના પર નિશાન સાધતા કહ્યું કે હાર્વર્ડથી ઈર્ષ્ઠહમાં પીએચડી કરવી સારી બાબત નથી, ખરાબ છે. તમને જણાવી દઈએ કે નૈવારોએ હાર્વર્ડમાંથી પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે.
આ પહેલા પણ મસ્કે અમેરિકા અને યુરોપ વચ્ચે ટેરિફ ઝીરો હોવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને આશા છે કે યુરોપ અને અમેરિકાએ સાથે મળીને આગળ વધવું જાેઈએ. મારા મતે ઝીકો ટેરિફની સ્થિતિ જ વધુ સારી રહેશે, જેનાથી યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે મુક્ત વેપાર થઈ શકશે. ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર ૨૦% ટેરિફ લગાવ્યો છે.
અમેરિકા અને યુરોપ વચ્ચે ઝીરો ટેરિફ અંગે મસ્કના નિવેદન પર નૈવારોએ કહ્યું કે, ‘એ જાણવું રસપ્રદ રહ્યું કે મસ્ક યુરોપ સાથે ઝીરો ટેરિફ ઝોન વિશે વાત કરી રહ્યા હતા. હકીકતમાં તે સમજતા જ નથી. મસ્કનું કામ ગાડીઓ વેચવાનું છે, તેથી તેણે એ જ કરવું જાેઈએ.‘
ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે ૨ એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, ‘અમેરિકાને ઘણા સમયથી આ ‘મુક્તિ દિવસ‘ની જરૂર હતી. હવેથી ૨ એપ્રિલને અમેરિકન ઉદ્યોગના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આપણે આ દિવસને એ દિવસ તરીકે યાદ રાખીશું જ્યારે અમેરિકા ફરીથી એક સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું. આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવીશું.‘
ટ્રમ્પના બે વિશ્વાસુ સહાયકો ર્ડ્ઢંય્ઈ સુપ્રીમો ઈલોન મસ્ક અને પીટર નૈવારો વચ્ચે મતભેદ

Recent Comments