ગુજરાત

સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારોમાં નીરાશાજનક સમાચાર

GPSCએ વર્ગ ૧-૨ની બે ભરતીઓ રદ કરવાનો ર્નિણય કર્યોસરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા હતા જેમાં ય્ઁજીઝ્ર દ્વારા વર્ગ ૧-૨ની ભરતીઓ રદ કરવામાં આવતાં સરકારી નોકરીની તૈયારીઓ કરતાં ઉમેદવારોમાં ખૂબ નીરાશા જાેવા મળી રહી છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની ૧૪૪ જગ્યાઓ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. વર્ગ-૩ અને વર્ગ-૪ આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે. ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ દ્વારા રજૂ થયેલા દરખાસ્ત પર વિચારણા બાદ આ નિયમનું અમલ થશે. કૃષિ અને સહકાર વિભાગના સચિવે જણાવ્યું કે આ પગલું વિભાગની કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્રની સુધારણા માટે મહત્વપૂર્ણ છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૧ (જા.ક. ૧૧૬/૨૦૨૪-૨૫) ની કુલ-૦૧ જગ્યા અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૨ (જા.ક. ૧૧૭/૨૦૨૪-૨૫) ની કુલ-૦૨ જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા ૧ ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ ય્ઁજીઝ્રએ બંને જાહેરાતો રદ કરી છે. વિભાગ દ્વારા પ્રસ્તુત જગ્યાઓના નવેસરથી માંગણીપત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસો પહેલાં કૃષિ વિભાગે ૧૪૪ જગ્યાઓ રદ કરી હતી.

Related Posts