વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનથી પ્રેરિત થઈને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત હાલ રાજ્યમાં અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલા રાશનકાર્ડના લાભાર્થીઓ વિનામૂલ્યે ઘઉં અને ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. જ્યારે ગુણવત્તાયુક્ત તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓ પણ નિયમિત્ત પણે રાહતદરે વિતરણ કરવામાં આવે છે.
નવેમ્બર, ૨૦૨૫માં આગોતરના આયોજનના ભાગરૂપે ૭૫ લાખથી વધુ કુટુંબોની ૩.૨૫ કરોડથી વધુ જનસંખ્યાને આવશ્યક જરૂરી ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત વિનામૂલ્યે ઘઉં, ચોખાનું વિતરણ અને તથા રાજ્ય સરકારની યોજના હેઠળ પ્રોટિન યુક્ત પદાર્થ તરીકે તુવેરદાળ, ચણા અને મીઠું તેમજ ખાંડના રાહતદરે વિતરણના ચલણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને તેના નાણાની ભરપાઈ પણ થઈ છે. જે અંતર્ગત અંત્યોદય-AAH અને NFSA લાભાર્થીઓ આવશ્યકચીજ વસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ વિતરણ તારીખ ૦૧ નવેમ્બરથી શરૂ થશે.
વાજબીભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે માટે વિવિધ કમિશન ઉપરાંત ઘટતી રકમના ભાગરૂપે રૂ. ૨૦,૦૦૦ સંચાલકશ્રીના બેંક ખાતામાં નિયમિત ચુકવવામાં આવે છે. આ કમિશનના તફાવતની તમમ રકમનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. હાલ કમિશન એજન્ટોની રૂ. ૩૦,૦૦૦ મિનિમમ પ્રતિમાસની કમિશનની માંગ નીતિ વિષયક છે. વાજબીભાવના દુકાનદારોને વિવિધ કમિશનનું નિયમિત ચૂકવણું કરવામાં આવે છે જેના અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીના કમિશનની રકમ ચુકવવામાં આવી છે.
વાજબીભાવ દુકાનદાર દ્વારા જે પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે તે બાબતે એસોસિએશન સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા જે માંગણી કરવામાં આવી છે તે નીતિ વિષયક માંગણીઓ રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. “વન નેશન વન રાશન” અભિયાન હેઠળ રાજ્યમાં એક કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે જેમાં સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.
વાજબીભાવની દુકાન ખાતે ડોરસ્ટેપ ડિલિવરીના માધ્યમથી આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પહોંચે તે બાબતે વિભાગના મંત્રીશ્રીની સુચના અનુસાર ગ્રામ્ય તકેદારી સમિતિ તથા શહેરી તકેદારી સમિતિના સભ્યોનાં બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે ૮૦ ટકા સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કાર્યવાહી થવા માટે ઠરાવવામાં આવ્યું છે. જે અંતર્ગત મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક અંતર્ગત ઠરાવના અમલીકરણનાં તબક્કામાં જરુરી પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે પૈકી તા. ૩૧.૧૨.૨૦૨૫ સુધી ઓછામાં ઓછા ૫૦ ટકા સભ્યોનાં બાયોમેટ્રિક/ઓ.ટી.પી. બેઇઝ્ડ વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે લેવાના રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.












Recent Comments