ભાવનગર

ઈશ્વરિયા જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ

ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ

પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન

ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫

ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું.

સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કર્યું છે. તેઓએ ‘ધરતીનાં છોરું’ અભિયાન સંદર્ભે પર્યાવરણ પ્રકૃતિ માટે વિધાર્થીને સંદેશો આપી આપણી સંસ્કૃતિ કે સંસ્કાર દીવો ઓલવીને જન્મદિવસ ન મનાવે, દિવા પ્રગટાવવાનાં હોય તેમ કહી તેમણે તરસ્યાં પંખીઓને હૈયાં દીવા આ કુંડાઓથી પ્રગટશે અને તરસ છીપશે તેમ ઉમેર્યું.

શાળાનાં આચાર્ય શ્રી ચિંતનભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક વાત કરી અને શિક્ષિકા શ્રી અશ્વિનાબેન ડાંગરનાં સંકલન સાથે આ પ્રેરક આયોજન દરમિયાન સૌએ શુભકામના પાઠવી.

Related Posts