દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતનાં પનોતા પૂત્ર માનનીય શ્રી નરેન્દ્ર મોદી આગમી તા.૨૦
સપ્ટેમ્બરને શનિવારના રોજ ભાવનગર ખાતે પધારવાના હોય, આપણાં પડોશી જીલ્લામાં પધારી રહેલાં
જનપ્રિય નેતા નરેન્દ્રભાઈના કાર્યક્રમ અંતર્ગત અમરેલી જીલ્લાનાં કાર્યકર્તાઓ તેમજ નાગરિકોને કાર્યક્રમમાં લઈ
જવાની વ્યવસ્થા બાબતે અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા તાત્કાલિક બેઠક
બોલાવવામાં આવેલ.
આ બેઠકમાં જીલ્લા મંડલનાં પ્રમુખો-મહામંત્રીઓ, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા અને
નગરપાલિકાના પ્રમુખો, સહકારી અગ્રણીઓ, જીલ્લા ભાજપ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ સહિત હોદ્દેદારોને
શ્રી કાનાણીએ પાંચેય વિધાનસભા ક્ષેત્રમાં શક્તિકેન્દ્ર સંયોજકોના અભ્યાસ વર્ગોનાં સુંદર આયોજન બદલ
અભિનંદન આપી શ્રી મોદીજીના કાર્યક્રમમાં જવા-આવવા, નાસ્તો-ભોજન, પાર્કિંગ સહિત સભા સ્થળે સમયસર
પહોંચવાની વ્યવસ્થાની વિસ્તૃત વિગતો આપેલ.
તેમજ તા. ૨૧ સપ્ટેમ્બર રવિવારના રોજ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની વાર્ષિક સાધારણ
સભામાં અમરેલી પધારી રહેલાં ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું પણ આમંત્રણ
આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ
સુતરિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જીલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતીભાઈ
પાનસુરિયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોર્ચાના મંત્રી મયુરભાઈ માંજરિયા સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત
રહ્યાં હતાં બેઠકનું સંચાલન મનોજભાઈ મહીડાએ કર્યુ હતું તેમ જીલ્લા ભાજપની યાદીમાં જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈને જીલ્લા ભાજપની બેઠક યોજાઈ ૨૦ સપ્ટેમ્બરે ભાવનગર આવી રહ્યાં છે મોદી


















Recent Comments