અમરેલી

ગુજરાતનાં વિકાસનાં બજેટને વધાવતા જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાં મુખ્યમંત્રીશ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનાં
નેતૃત્વવાળી સરકારનાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026નું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્યનાં ઈતિહાસમાં સૌથી મોટું
4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ કર્યુ હતું. આ બજેટને અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા આવકારવામાં
આવ્યું.
રાજ્ય સરકારનું સર્વગ્રહી અને સર્વસમાવેશી અભિગમ ધરાવતું અને પાંચ પીલ્લર પર આધારિત જેમાં ૧. સામાજિક
સુરક્ષા, ૨. માનવ સંસાધન વિકાસ, ૩. આંતર માળખાકીય સુવિધાઓ, ૪. આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ૫. ગ્રીનગ્રોથ પર
૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂઆત કરવામાં આવ્યું.
આ બજેટમાં ખેડૂતો માટે સહાયનો પટારો ખોલવામાં આવ્યો જેમાં ખેડૂતોને વિજ સહાય માટે ૯૩૨૪ કરોડ ફાળવાયેલ,
ખેડૂતોને ૩ લાખ સુધીનો ૦% વ્યાજ અપાશે અને આધુનિક ખેતીને પ્રોત્સાહન અપાશે ખેડૂતો માટે અકસ્માત મૃત્યુ કે અને કાયમી
અપંગતાના કિસ્સામાં “સુરક્ષા કવચ” રૂપે ૪૦૦૦૦૦ ની સહાય અપાશે, મત્સ્યોધોગ યોજના અંતરગત સાગર ખેડૂતો માટે માતબર
રકમ ફાળવાય.
શિક્ષણ પર ભાર આપતા સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે ૬૩૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી. ઉર્જા અને
પેટ્રોકેમીકલ્સ વિભાગ માટે ૪૮૪૨ કરોડ ફાળવાયા. રાજયના શ્રમ યોગીઓના હિતમાં સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણ યોજનાના
નવા ૧૨૧ બુથ તેમજ શ્રમિકોના આરોગ્યની ચિંતા કરતા ૫૦ ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરવાની જાહેરાત.
ઉઘોગોને પ્રોત્સાહન આપતા પાંચ નવી જી.આઈ.ડી.સી.ની જાહેરાત કરવામાં આવી, બંદરો અને વાહન વ્યવહાર
વિભાગોને મોટી રકમ ફાળવાતા “બ્લુ ઇકોનોમિ” ને મળશે નવી ગતિ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ભારતની પ્રાચીન સંસ્કૃતિનું અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ મ્યુઝીયમ
લોથલ ખાતે નિર્માણ થઇ રહ્યું છે ત્યાં ટુરિસ્ટ ગાઈડોને તાલીમ આપવામાં આવશે, વર્ષ ૨૦૨૬ને “પ્રવાસન વર્ષ” જાહેર કરવામાં
આવ્યું છે.
૭૫ લાખ ગરીબ પરિવારોને મફત અનાજ, ૩.૧૫ લાખ નવા આવાસ નિર્માણ કરવામાં આવશે, ગુજરાતની લાઈફ લાઈન
સમી જન સામાન્ય અને ઉપયોગી એવી એસ.ટી. માં ૨૫૦૦ થી વધુ નવી બસો ફાળવવામાં આવશે, મુખ્ય મંત્રી ગ્રામ સડક
યોજના હેઠળ ગામડામાં પાકા રસ્તા, નાળા પુલિયા બનાવવા માતબર રકમ ફાળવવામાં આવી, “ ગર્વી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર
પ્રોજેક્ટ અંતર્ગત આશરે ૧૨૦૦ કીલી મીટરના રસ્તાઓ બનાવવાની જાહેરાત, કાયદો વ્યવસ્થા વધુ મજબુત બનાવવા ૩૦૦૦
જેટલી ભરતી, અન્ય વિભાગોમાં પણ જરૂરી ભરતી કરવાની જાહેરાત.
એસી. એસ. ટી. સમુદાયના વિધાર્થીઓને શિક્ષણ સહાય અને અન્ય લાભ મેળવવા માટે આવક મર્યાદા ૨.૫ લાખ થી
વધારી ૬ લાખ કરવામાં આવી આ સુધારાથી વંચિત વર્ગના વિધાર્થીઓને વિશેષ લાભ મળશે.
હિંદુઓના અસ્થાના કેન્દ્ર પ્રથમ જ્યોતિલિંગ સોમનાથને “ગ્લોબલ ડેસ્ટીનેશન” તરીકે વિકસાવાશે, ઉપરાંત ખેતી,
સિંચાઈ, પશુ પાલન, જળ વ્યવસ્થાપન, વન અને પર્યાવરણ, મહિલા અને બળ વિકાસ, માર્ગ નિર્માણ અને લઘુ ઉઘોગો,
શિક્ષણ, સ્પોટ્સ, ગૃહ નિર્માણ, ગામડા અને શહેરોના વિકાસ માટે રજુ કરાયેલા રાજ્ય સરકારના બજેટને આવકારી મુખ્યમંત્રીશ્રી

ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સહીત રાજ્ય સરકારને એતિહાસિક બજેટ
બદલ શુભેચ્છા પાઠવું છું.

Related Posts