સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજુ કરતાં દેશનાં નાણાંમંત્રી માન. નિર્મલા સિતારમણજીએ વિઝન 2047ને ધ્યાનમાં
રાખીને શુભ શરૂઆત કરી હતી.
અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કાનાણીએ જણાવ્યું હતું કે, દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી માન. નરેન્દ્રભાઈ મોદીજીનાં
નેતૃત્વમાં દેશ વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યો છે ત્યારે હાલનું બજેટ દેશમાં લાંબાગાળાના સર્વાંગીણ વિકાસનો પાયો
નાખનારૂ સાબિત થશે. આ બજેટમાં નેશનલ હાઈવે, રેલ પ્રોજેકટ ઉપરાંત દરિયાઈ માર્ગો અને તેનાં વિકાસ પર ભાર મૂકવામાં
આવ્યો છે.
નાનાં વેપાર-ધંધા તથા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેમજ વધુ રોજગારીનું સર્જન થાય એ હેતુસર માતબર રકમની
ફાળવણી કરવામાં આવી છે.
“મેક ઈન ઈન્ડિયા” ને દિશા આપતાં પ્રધાનમંત્રી મોદીજીએ જણાવેલ “આત્મનિર્ભર ભારત અભિયાન” ને ડિઝીટલ ચીપ
તથા સેમિ કંડક્ટર, કન્ટેન્ટ ક્રિએટ, એનિમેશન, પ્રોડક્શન તેમજ એ. આઈ. ટેકનોલોજી સેક્ટરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું
છે.
કેન્સર જેવી જીવલેણ બિમારીમાં ઉપયોગી જીવનરક્ષક દવાઓ પરથી ડ્યુટી નાબુદ કરી દર્દીઓને રાહત આવી છે.
પ્રગતિશીલ ખેડૂતોને માર્કેટ, યુવાનોને શિક્ષણ, શ્રમિકોને રોજગાર સહિત ભાવિ આયોજન માટે ઈન્ફ્રાસ્ટ્રકચર
ડેવલોપમેન્ટ કરતું પ્રસ્તુત બજેટને આવકારી સરકારનાં વિઝન-મિશનને બિરદાવુ છું, આમ જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ
સેન્ટ્રલ ગવર્નમેન્ટ બજેટને ભવિષ્યનાં રોડ મેપ સમાન ગણાવ્યું છે.
યુનિયન બજેટને આવકારતાં જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી


















Recent Comments