અમરેલી

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પદે નિયુક્ત થયેલા હિરેન હિરપરાને વધાવતું જીલ્લા ભાજપ

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ ભાજપના હોદેદારો જાહેર કરવામાં આવ્યા જેમાં પ્રદેશ ટીમ,
મીડિયા ટીમ તેમજ મોરચાના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી, તે અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, પ્રદેશ કિસાન મોરચાના
મહામંત્રી નાનકડા ગામનો પ્રતિનિધિત્વ કરતો ખેડૂત હિરેનભાઈ હિરપરાની પ્રદેશ ભાજપના કિસાન મોરચાના અધ્યક્ષ પદે વરણી થતા જીલ્લા
ભાજપ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો.
પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત અમરેલી આવી રહેલા યુવા ખેડૂત નેતાને વધાવવા જીલ્લા ભાજપ પ્રમુખ
અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ કાર્યાલયે સ્વાગત – અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી કમલમ
ગાંધીનગરથી અમરેલી આવી રહેલા હિરેનભાઈ હિરપરાને કોલેજ સર્કલ અમરેલી ખાતે વોર્ડ નં.-૪ ના કાર્યકરોએ ઉષ્માભેર આવકાર્યા હતા અત્રે
શહીદ વંદના કરીને સીનીયર સિટીજન પાર્ક ખાતે સરદાર વંદના કરતા એડવોકેટ હિરેન હીરપરાને બાર એસોસિએશન તથા જીલ્લા ખોડલધામ
સમિતિએ સ્વાગત કર્યું હતું. શ્રી હિરપરાએ પૂજ્ય સંત ભોજાબાપા તેમજ શ્રી નાગનાથ મહાદેવને શિશ નમાવ્યું હતું. શહેરના હાર્દસમા ચોકમાં
વેપારી આગેવાનોનો અભિવાદ જીલી પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાની પ્રતિમાંને પુષ્પાજલિ અર્પી હતી. બસ સ્ટેશન ચોકમાં એસ.સી.
મોરચાના કાર્યકરો સાથે ડૉ. બાબા સાહેબ આંબેડકરને વંદન કરી કિસાન પુત્ર ચાલીને ભાજપ કાર્યાલયે આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સૌને આવકારી હિરેન હીરપરાનાઅભિનંદ આપ્યા હતા આ કાર્યક્રમમાં લોકસભાના
સાંસદ ભારતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જીલ્લાના ખરા ખેડૂત કાર્યકર્તાને પ્રદેશમાં યોગ્ય સ્થાન મળતા
ગૌરવ અનુભવતા શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. કાનાબાર સાહેબ, પ્રાગજીભાઈ હિરપરા, પૂર્વ
ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા, કિસાન
મોરચાના મયુરભાઈ હિરપરા, મહિલા આગેવાનો રંજનબેન ગોહિલ, રેખાબેન, અલ્કાબેન, રમાબેન હિરપરા તેમજ રાષ્ટ્રીય સહકારી નેતા
ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ પરશોતમભાઈ રૂપાલા તેમજ અમરેલીના ધારાસભ્ય
અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અન્યત્ર કાર્યક્રમમાં હોવાથી ટેલીફોનિક શુભકામનાઓ પાઠવી હતી.
પ્રદેશ કિસાન મોરચાના નવનિયુક્ત પ્રમુખ હિરેન હિરપરાએ પોતાને મળેલ જવાબદારીખંતથી નિભાવશે તેવી ખાતરી આપતા શિર્ષ
નેતૃત્વ તેમજ ઉત્સાહભેર આવકારતા કાર્યકર્તાઓનો લાગણી સભર આભાર માન્યો હતો.
સન્માન સમારોહમાં જીલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો, દરેક મોરચાના કાર્યકરો, મંડળ પ્રમુખ મહામંત્રીઓ તેમજ હોદેદારો,
સહકારી અગ્રણીઓ,મહિલાઓ, યુવાનો, ખેડૂતો તેમજ વતન દીતાલાના ગામ જનો તેમજ બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહયા હતા
કાર્યક્રમોનું સુચારૂ સંચાલન મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા તેમજ મેહુલભાઈ ધોરાજીયાએ કર્યું હતું તેમ જીલ્લા ભાજપની અખબારી યાદીમાં
જણાવ્યું છે.

Related Posts