અમરેલી

વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૦ ટકાથી વધુ પાણીવેરા વસૂલાત અન્વયે રૂ. ૫૭ લાખ, ૩૫ હજારથી વધુની રકમનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ

ગ્રામ્ય કક્ષાની પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, માળખુ સુદ્રઢ બને, પાણીવેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે એ હેતુથી નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ક્લપસર વિભાગ (પાણી પુરવઠા વિભાગ) હેઠળ ગ્રામ પંચાયત માટે પાણીવેરા વસૂલાત પ્રોત્સાહન યોજના અમલમાં છે.

આ યોજના અન્વયે નિયત થયેલ (૦ થી ૩૦ ટકા વસૂલાત વાળા) અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૫૦ ટકા કે તેથી વધુ વસુલાત કરેલ હોય તેવી ગ્રામ પંચાયતો, પાણી સમિતિઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ ઉપરાંત પ્રાથમિક                               કૃષિ ધિરાણ મંડળીઓને પ્રોત્સાહન રકમ મળવાપાત્ર છે.

અમરેલી જિલ્લામાં કુલ ૧૦૧ ગ્રામ પંચાયતો (૦ થી ૩૦ ટકા) ને રૂ. ૫૭,૦૫,૭૪૨ અને કુલ ૦૧ સેલ્ફ હેલ્પ ગ્રુપને ૩૦ હાજર એમ કુલ મળીને રૂ. ૫૭,૩૫,૭૪૨ પ્રોત્સાહક રકમ મંજૂર કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના હસ્તે કુલ રૂ. ૫૭ લાખ, ૩૫ હજારથી વધુની પ્રોત્સાહક રકમનો ચેક જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાને સુપરત કરવામાં આવ્યો હતો.

Related Posts