જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ માર્ગ સલામતી અન્વયે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી, વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતાજિલ્લા માર્ગ સલામતી સમિતિની ભલામણોને ધ્યાને લેતાં અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાંથી પસાર થતાં માર્ગો પરના અકસ્માત સંભવિત ક્ષેત્રો પર ગતિરોધકો લગાડવા માટે સૂચના આપી હતી.
અમરેલી જિલ્લામાંથી પસાર થતાં રાજકોટ-ભાવનગર હાઇ-વે, હિરાણા ચોકડીના જંક્શન પર અંદર તરફથી આવતા માર્ગ પર ગતિરોધક મૂકવા માટે સૂચના આપી હતી.વાહનચાલકોની સલામતીને ધ્યાને લેતા અમરેલી તાલુકાના ગાવડકા ચોકડી પર ચલાળા તરફથી આવતા માર્ગે તેમજ અમરેલી અને બગસરા તરફથી આવતા માર્ગે વાહનોની ગતિ મર્યાદા થાય તેવા હેતુથી ગતિરોધકો મૂકવાની ભલામણ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીએ ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.કલેકટરશ્રીએ, વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવા સહિતના સૂચન કર્યા હતા.
રોડ સેફટી સંદર્ભે વિવિધ વિભાગ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરી માર્ગ સલામતી માટે જરુરી પગલાંઓ લેવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતસહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ પઢિયાર અને શ્રી શાહે માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, માર્ગ અને મકાનના વિભાગ રાજ્ય અને પંચાયત, પોલીસ, આરોગ્ય, નેશનલ હાઈ-વે ઓથોરિટી, ઇમર્જન્સી સેવા ૧૦૮ સહિત કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments