અમરેલી

જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

રાજ્યમાં આગમી પાંચ વર્ષમાં સો ટકા પ્રાકૃતિક કૃષિ સાથે ખેડૂતોને જોડવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્મન કર્યુ હતું. આ કડીના ભાગરુપે રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા છે.

જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેત પદ્ધતિ છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની માંગ છે. અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ બગસરાના નાના મુંજીયાસર ખાતે નીલકંઠ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલ વિવિધ ઉત્પાદિત વસ્તુઓ વિષયક વિગતો મેળવી હતી. ખેડુતે પ્રાકૃતિક કૃષિલક્ષી વિશેના તેના અનુભવો જણાવ્યા હતા.

રાજયમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માર્ગદર્શન અને યોજનાકીય સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળાપાંજરાપોળસહકારી સંસ્થાઓસખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી જીવામૃતઘન જીવામૃતબીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જરુરી જીવામૃત-ઘન જીવામૃતબીજામૃતપાક સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવા માટે દેશી ગાય એ પાયાની જરુરિયાત છે. દેશી ગાય ન રાખી શકતા હોય કે દેશી ગાય ન હોય ત્યારે અસરકારક રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ ખેતી થઇ શક્તી નથી. આવું ન બને તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ યોજના અન્વયે સહાય ચૂકવવામાં આવે છે.

નાના મુંજીયાસર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત વેળાએ બગસરા પ્રાંત અધિકારીશ્રી નંદાબગસરા તાલુકા મામલતદારશ્રી પ્રશાંત ભીંડીઆત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી,  ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીઆત્મા કર્મયોગીશ્રીઓ અને ખેડૂતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

Follow Me:

Related Posts