ગુજરાત માં છેલ્લા ૩૦ વર્ષથી સાશન કરતી ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતો નાં પ્રશ્ને જાહેરાત ઠરાવો બહાર પાડવામાં આવે છે, પરંતુ ત્યાર બાદ ખેડૂતો ને તે બાબતેની કોઈ સહાય, પેકેજ, ખાતર,બિયારણ,અતિવૃષ્ટિ, કે નહિવત્ વરસાદ નાં કારણે ખેડૂતો ને આર્થિક નુકશાની સામનો કરવો પડે છે, જગત નો કહેવતો તાત આજે મુશ્કેલીઓ માંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે તેમની વેદના ને વાચા આપવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ તથા સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂત લક્ષી મુદાને આવરી ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં પરેશભાઈ ધાનાણી, પૂર્વ વિરોધપક્ષ નેતા, પ્રતાપભાઈ દુધાત પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ પૂર્વ ધારાસભ્ય, તેમજ નરેશભાઈ દેવાણી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ.વિજયભાઈ ડોડીયા પ્રમુખ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ, હાર્દિકભાઈ કાનાણી, મહેશભાઈ જયાણી, દાનુભાઈ ખુમાણ, કિરીટભાઈ દવે, જસુભાઇ ખુમાણ, અશ્વિનભાઈ ધામેલીયા સેવા દળ પ્રમુખ હસુભાઈ બગડા, હિતેશ સરૈયા, દીપકભાઈ સભાયા, મહેશભાઈ ચોડવડીયા, જીગ્નેશભાઈ બગડા, નાસીરભાઈ ચૌહાણ,વિપુલભાઈ ઉનાવા, અશોકભાઈ ખુમાણ, વનરાજભાઈ ખંઢેલા યુથ કોંગ્રેસ ,જયંતીભાઈ કલાણીયા સરપંચ ગાધકડા તેમજ લીલીયા કોંગ્રેસ સમિતિ નાં આગેવાનો તેમજ કાર્યકરતા મિત્રો વડીલો ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવામાં આવેલ હતું જેમાં ખેડૂતો ને વાચા અને ન્યાય માટે મુદ્દ્દાઓ ઉઠાવેલ હતા. અને ખેડૂતો નાં ન્યાય ના હિતમાં લડત નાં મંડાણ કરવામાં આવેલ.
(૧) ગુજરાત રાજ્યનાં ખેડુતો અતિ મુશ્કેલીમાં પીડાઇ રહ્યાં છે. કેન્દ્ર સરકારે વાહ-વાહી લુટવા માટે રૂ।.૫.00 લાખ 0% વ્યાજે આપવાની જાહેરાત કરેલ છે તેના અનુસંધાને જે ખેડુતોને રૂ।.૫.00 લાખ મેળવેલ છે તેમની પાસેથી રૂ।.૨.00 લાખ પરત લેવામાં આવે છે. રાજ્ય સરકાર તરફથી આવો કોઇ પરીપત્ર ન હોવાને કારણે કશું કરી શકાતું નથી, તો આ અંગે તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પરીપત્ર કરે. (૨) ૨0૨૪ માં અતિવૃષ્ટિમા ખેડુતોને રાજ્ય સરકારે વળતર ચુકવવાની જાહેરાત કરી હતી પરંતુ તે ડીંડક સાબીત થયેલ છે. એકપણ ખેડુતને સહાય મળેલ નથી અને ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે અનેક ખેડુતોએ વાવણી કર્યા પછી પાક તણાઇ ગયો, ખેતરનું ધોવાણ, શેઢા પાળાનું ધોવાણ તેમજ તંત્ર તરફથી દંડ વસુલ લેવામાં આવે છે. આ બાબતે સરકારે જાહેરાત કરી છે પરંતુ પોર્ટલ ન ખુલવાને કારણે કોઇ ખેડુત ફોર્મ ભરી શકતા નથી તેવા સંજોગોમાં કોઇપણ જાતનાં સર્વે વગર ખેડુતો પોતાને થયેલ નુકશાનીની અરજી કરે તો તેઓને તાત્કાલીક અસરથી વળતર ચુકવવું જોઇએ તેવી અમારી માંગણી કરવામાં આવેલ (૩) ખેડુતોને પાયાનું ખાતર ન મળવાને કારણે કુદરતી વરસાદ સારો હોય તો પણ પાક મેળવી શકશે કે કેમ? તેની પણ શંકા છે. હાલ સતત વરસાદના કારણે યુરીયા નાખવું જોઇએ તે પણ મળતું નથી. ખેડુતો પરેશાન થઈ રહ્યાં છે, સવારમાં ઉઠીને લાઇનમાં ઉભા રહીને સાંજે યુરીયા ન મળવાને કારણે ઘરે પરત જાય છે આવી ચિંતામાં ખેડુતોમાં આત્મવિલોપન વધશે તેવી દહેશત છે. તેથી તાત્કાલીક ખેડુતોને ખાતર આપવામાં આવે તેવી માંગણી છે. ડબલ એન્જીન વાળી સરકાર ખેડુતોની ડબલ આવક કરવાની વાતો કરી માત્ર વાહ-વાહી લુટી રહી છે ખરેખર ખેડુતો પ્રત્યે કશું કરતી નથી. તો તુર્તજ રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી આ બાબતે માત્ર જાહેરાત નહી પરંતુ કોઇ પેકેઝ જાહેર કરી ખેડુતો સુધી તાત્કાલીક પહોંચાડે તેવી અમારી માંગણી કરવામાં આવેલ . (૪) કમોસમી વરસાદથી ચાલુ વર્ષ ના મે મહિનામાં ખેડૂતોને ઉનાળુ પાક જેવા કે ડુંગળી ,મગ , અડદ, તલ,બાજરી અને બાગાયતી પાકોમાં પારાવાર મોટાપાયે નુકસાન થયેલ જેનું સરકાર દ્વારા ખેડૂતોની હમદર્દી જીતવા માટે સર્વે પણ કરાવવામાં આવેલ પરંતુ આજ દિન સુધી હજી તેની કોઈ ફોર્મ પ્રક્રિયા કે કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી તો તાત્કાલિક ધોરણે સહાય રાહત પેકેજ જાહેર કરી. જે ખેડૂતોને નુકસાન થયેલ છે તેવા ખેડૂતોની ફોર્મ ભરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ (૫) ચાલુ વર્ષે ખેડૂતોને ડુંગળીમાં પૂરતા ભાવ મળેલા નથી જેની સરકાર દ્વારા સહાય સબસીડી ની જાહેરાત કરવામાં આવેલ અને જેમને ભાવ નથી મળ્યા એવા ખેડૂતોના ફોર્મ પણ ભરાઈ ગયા છે પરંતુ આજ દિન સુધી સહાય સબસીડી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે દિવસ પાંચની અંદર સરકાર દ્વારા જાહેર કરેલ સહાય સબસીડી ની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ (૬) છેલ્લા દોઢ વર્ષ માં ખાતર નાં ભાવ માં વધારો થયેલ છે. આ સતત ભાવ વધારા નાં કારણે ખેડૂતો ની સ્થિતિ દયનીય બનવા પામેલ છે. ખેડુતોના પાકોને અતિ વરસાદ નાં કારણે નુકશાન થઇ રહ્યું છે, અને તેમને પુરતા પ્રમાણ માં સહાય મળતી નથી પરંતુ “પડ્યા પર પાટું” સરકારશ્રી દ્વારા મારવામાં આવી રહ્યું છે, ૧૨૩૨ માંથી ૧૪૮૦ કરેલ અને ૧૪૮૦ માંથી સીધા ૧૭૨૦ અને હાલ માં ૧૭૨૦ માંથી ૧૮૫૦ કરવામાં આવ્યા છે જે ખેડૂતો ને નુકશાન કારક છે જેથી આ ભાવ વધારો પાછો ખેચવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ (૭) ખેડૂતોને વીજળી આપવાની વાત કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને તેમના ખેતીવાડી ફિડરોમાં પુરતા સમય ની વીજળી મળતી નથી જેથી ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે જેથી ખેડુતોને ખેતીવાડી ફીડરો માં ૧૨ કલાક વીજળી આપવામાં તેવી માંગણી કરવામાં આવેલ (૮) ૨૦૨૫-૨૬ વર્ષ માં થયેલ ભારે વરસાદ થી સાવરકુંડલા તાલુકાના ગામડા વિસ્તારમાં ખેડૂતોને તેમના ખેતરો ધોવાણ થવાથી ખુબજ મોટું નુકશાન થયેલ છે. તેમનો સર્વ પણ થયેલ છે. તે સર્વે મુજબ ખેડૂતોને થયેલ નુકશાની સામે તેમનું વળતર સત્વરે ચૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ
આમ ખેડૂતો નાં ઉપરોક્ત પ્રાણ પ્રશ્નો થી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જેમની વાચા અને તેમની સંવેદના ને ગાહ્ય રાખવવામાં આવે અને આવેદનપત્રમાં પાઠવામાં આવેલ આ તમામ મુદ્દા નું સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. આ તમામ માંગણીઓ ને દિન-૧૫ માં ઉકેલવામાં નહિ આવેતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, અને ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચિમકી ઉચારેલ છે.
Recent Comments