અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા તેમજ ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા અને લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં  જિલ્લા  ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓબાબરા જી.આઈ.ડી.સી ખાતે વિવિધ કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષણનવા આધારકાર્ડ બનાવવા અને આધાર અપડેટ સેવા કેન્દ્રોગૌચર જમીન નીમ કરવી સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી.

ઉપરાંત બગસરા-હામાપુર હાઈવે પર વૃક્ષોના કટીંગસાવરકુંડલા ચોકડી નજીક જર્જરિત પુલને લઈને વાહનો માટે ડાયવર્ઝનમુંજીયાસર-રફાળા રોડને પહોળો કરવાની બાબતલીલીયા ખાતે નવા બસ સ્ટેશનના બાંધકામની કામગીરીને લઈને ક્વોલિટી કામ થાય તે બાબતરાજુલા અને વેરાવળ એસ.ટીની બસને નિયમિત શરૂ કરવીકૃષિ રાહત પેકેજ વર્ષ ૨૦૨૫ અન્વયે ચૂકવણા સહિતની બાબતે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે સમીક્ષા હાથ ધરી હતી અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. 

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં વિવિધ શાળાઓ ખાતે સંચાલિત મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે રસોડાની સાફ સફાઈ અને અન્ય નિયમિતતાઓસ્ટોક મેનેજમેન્ટ અને બેસ્ટ ક્વોલિટી મટીરીયલ બાબતે સતત દેખરેખ રાખવા અને મોનીટરીંગ બાબતે સંબંધિત અધિકારીશ્રીને સૂચનાઓ આપી હતી.

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાનિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલઅમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયારાજુલા પ્રાંત અધિકારીશ્રી ડૉ. મેહુલ બરાસરાલાઠી પ્રાંત અધિકારી શ્રી નીરવ બ્રહ્મભટ્ટબગસરા,ધારીસાવરકુંડલા-લાઠી પ્રાંત અધિકારીશ્રીકાર્યપાલક ઇજનેરશ્રી ધોળાવાળાનાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડાતાલુકા અને શહેર મામલતદારશ્રીઓતાલુકા વિકાસ અધિકારીશ્રીઓવિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ સહિતના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts