ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત તા. ૨૩ અને ૨૪ નવેમ્બર,૨૦૨૪ શનિ-રવિવારે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૭૧ મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસરશ્રી (બીએલઓ)ઓ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા, કમી માટેના ફોર્મ્સ સ્વીકારવામાં આવ્યા હતા.
આ ઝુંબેશ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અજય દહિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ચૂંટણી ફરજ હોય તેવા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા મતદાન મથકની મુલાકાત લેવામાં આવી હતી. મતદાન સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અજય દહિયાએ જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા.
Recent Comments