અમરેલી

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી, અમરેલી જિલ્લામાં  તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ ૦૪ નવેમ્બરથી શરૂ થશે

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦,૨૦૨૫ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ થઈ તા.૦૭.૦૨.૨૦૨૬ સુધી જાહેર થયેલ છે.

“No eligible citizen is left out and no ineligible person is included” ના ઉદ્દેશ સાથે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦ અને મતદાર નોંઘણી નિયમો-૧૯૬૦ ઉપરાંત ભારતનાં બંધારણની કલમ ૩૨૪માં થયેલ જોગવાઈઓએ આધીન રહી કામગીરી કરવામાં આવે છે. મતદારયાદીની ગુણવત્તા સુવ્યસ્થિત ચૂંટણીઓનો આધાર સ્તંભછે.

અમરેલી જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪.૧૧.૨૦૨૫ થી બુથ લેવલ ઓફિસર દ્વાર શરૂ થનાર છે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો (https://voters.eci.gov.in/) પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘેર જઈને Enumeration Form આપશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે. આ અંગે જિલ્લા કક્ષાએ ૧૯૫૦ હેલ્પલાઈન નંબર કાર્યરત છે.

અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અમરેલીનાં અધ્યક્ષસ્થાને આ કામગીરી સાથે સંકળાયેલ મતદાર નોંઘણી અધિકારીશ્રી અને મદદનીશ મતદાર નોંઘણી અધિકારીશ્રીઓને તાલીમ આપવામાં આવી તથા રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે આ અંગેની બેઠકનું આયોજન કરીને તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આ કાર્યક્રમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે. 

Related Posts