પૂર્વ વડાપ્રધાન ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘સુશાસન દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી અમરેલી જિલ્લાના ચિત્તલ મુકામે યોજાઈ હતી. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી સુરેશભાઈ પાથરની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ સેવાઓ નાગરિકોને સરળતાથી, સમયસર અને પારદર્શક રીતે પ્રાપ્ત થાય તે માટે દરેક અધિકારી અને કર્મચારી કટીબદ્ધ રહી કામગીરી કરે તે જરૂરી છે. સરકારની યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ ઝડપથી લાભ મળે તે દિશામાં સક્રિય અને જવાબદાર અભિગમ અપનાવવાની તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સુશાસનના મૂલ્યો—પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે અધિકારીઓ તથા કર્મચારીઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ‘સુશાસન દિવસ’ની ઉજવણી દ્વારા સરકાર-નાગરિક સંબંધોને વધુ સશક્ત બનાવવાની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી અમરેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત અમરેલીના જિલ્લા આંકડા અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી, ચિત્તલ ગામના સરપંચશ્રી, ચિત્તલના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments