પી.એમ.પોષણ યોજના હેઠળ કામ કરતા માનદવેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારાઓ થવાનાં
હેતુથી ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓનાં વિષય આધારિત જિલ્લા કક્ષાની તેમજ તાલુકા
કક્ષાની કુકીંગ કોમ્પીટીશન વર્ષ- ૨૦૨૫/૨૬ નું આયોજન કરવાનું સરકારશ્રી તરફથી નક્કી થયેલ છે. જે અંતર્ગત
તા.૧૩/૧૨/૨૦૨૫નાં રોજ ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાની કુકીંગ કોમ્પીટીશનનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં દરેક તાલુકામાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને ભાવનગર ખાતે બોલાવી તેમની વચ્ચે જિલ્લા
કક્ષાની કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ હતું.
જેમાં તાલુકાઓ પાસેથી જિલ્લા કક્ષાની કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છતા વિજેતાઓની યાદી મંગાવતા
ભાવનગર જિલ્લામાંથી ૧૫ જેટલા સ્પર્ધકો વચ્ચે આજે તા.૨૦/૧૨/૨૦૨૫નાં રોજ ભાવનગર શહેરના માજીરાજ
ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સવારે ૯ થી ૧૧ કલાક સુધી જિલ્લા કક્ષાની કુકીંગ કોમ્પીટીશન યોજાઇ હતી. જેમાં પ્રથમ
વિજેતા પાલિતાણા તાલુકાનાં મોટી રાજસ્થળી કેન્દ્રના સંચાલક સુશ્રી. બારૈયા જાગૃતિબેન એન. ને રૂ. ૮૦૦૦, દ્વિતિય
વિજેતા પાલિતાણા તાલુકાનાં કુંભણ કુમાર શાળા કેન્દ્રના રસોઈયા સુશ્રી. પડાયા ચંદ્રિકાબેન એમ. ને રૂ. ૫૫૦૦ તથા
તૃતિય વિજેતા સિહોર તાલુકાનાં સણોસરા કેંદ્રવતી શાળા કેન્દ્રના સંચાલક શ્રી હિરાણી અશ્વિનભાઈ કાંતિભાઈને રૂ.
૪૫૦૦ નું ઈનામ સાત વ્યકિતઓની નિર્ણાયક ટીમ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.


















Recent Comments