અમરેલી

અમરેલી ખાતે તા.૧લી ડિસેમ્બરે ગીતા જયંતિના અવસરે જિલ્લા સ્તરીય “ગીતા મહોત્સવ” ઉજવાશે

અમરેલી ખાતે તા.૧લી ડિસેમ્બરે ગીતા જયંતિના અવસરે જિલ્લા સ્તરીય “ગીતા મહોત્સવ” યોજાશે.

આ જિલ્લા સ્તરીય કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ તંત્ર શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલના સ્થાને સંલગ્ન અધિકારીશ્રીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નિર્દેશો મુજબ જિલ્લા કક્ષાનો આ મહોત્સવ જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ પણ બની રહેશે. ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતી સંસ્કૃતિ પ્રદર્શન ઉપર રાખવામાં આવશે. ઉપરાંત શ્રીમદ ભગવત ગીતા અને માનવ જીવન વિશે પ્રેરક ઉદ્ધબોધન પણ થશે.

ઉલ્લેખનીય છે કે, શ્રીમદ્ ભગવત ગીતા ગ્રંથને યુનેસ્કો દ્વારા  memory of the world register (વિશ્વ સ્મૃતિ નોંધણી યાદી)માં સ્થાન પામ્યો છે. જે ભારતની જ્ઞાન વારસાની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ તેજસ્વી બનાવે છે.

Related Posts