સાવરકુંડલા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે
અમરેલી તા.૦૭ જાન્યુઆરી, ૨૦૨૫ (મંગળવાર) અમરેલી જિલ્લા વિકાસ અધિકારશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, ‘પ્રજાસત્તાક પર્વ’ જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ હતીજિલ્લા વિકાસ અધિકારશ્રીએ, વિવિધ સરકારી ઈમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ-સફાઈ, ફાયર, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, ટેબ્લો નિદર્શનના આયોજન સહિત જરુરી પ્રાથમિક સુવિધાઓ-વ્યવસ્થાઓ થઇ શકે તે માટે ઘટતી કાર્યવાહી કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.
સાવરકુંડલા સ્થિત આંખની હોસ્પિટલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ અને દેશની વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે તે રીતે વિશેષ સાંસ્કૃત્તિક કૃત્તિ પણ રજૂ થશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો નિદર્શન થશે.નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપ સિંહ ગોહિલે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જરુરી સૂચન કર્યા હતા.અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા, સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી, લાઠી પ્રાંત અધિકારીશ્રી બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, માર્ગ અને મકાન નાકાઇ શ્રી રાઠોડ, સેકશન ઓફિસર શ્રી અજય દેસાઇ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ફુમકિયા, જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીશ્રી કુરેશી સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments