અમરેલી

અમરેલી સ્થિત સરદાર પટેલ રમત સંકુલ ખાતે તા. ૨૧ ડિસેમ્બરે કોથળા દોડ, રસ્સાખેંચ સહિતની જિલ્લાકક્ષાની રમત સ્પર્ધાઓ યોજાશે

ભારતની મૂળ રમતો અને વિશ્વની રમતોને પ્રોત્સાહિત કરવા, યુવાનોની ભાગીદારી વધારવા તથા ફિટ ઈન્ડિયા આંદોલનના સમર્થનમાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તા. ૮.૧૨.૨૦૨૫ થી તા. ૧૫.૧૨.૨૦૨૫ સુધી તમામ તાલુકામાં ૪ રમતો (રસ્સાખેંચ, ચેસ, ખો-ખો, કોથળા દોડ)નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાએ અમરેલી સ્થિત સરદાર પટેલ રમત સંકુલ ખાતે તા. ૨૧ ડિસેમ્બર,૨૦૨૫ સમય સવારે ૭.૩૦ વાગ્યે કોથળા દોડ, રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓ યાજોશે. જેમાં કોથળા દોડ (કન્વીનર શ્રી રવિભાઈ નાવડિયા મો. ૭૯૯૦૧૨૧૩૪૨), રસ્સાખેંચ (કન્વીનર શ્રી પી.ડી.મિયાણી મો. ૯૪૨૬૨૫૫૨૦૭), ચેસ (કન્વીનર શ્રી ભગીરથસિંહ જાડેજા મો. ૯૯૦૯૩૯૬૫૧૧), ખો-ખો (કન્વીનર શ્રી પી.ડી.મિયાણી મો. ૯૪૨૬૨૫૫૨૦૭) સહિતની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts