રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,
ગાંધીનગર દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના ધ્યેયને ચરીતાર્થ કરવા
એક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે.
ખેલ મહાકુંભ દ્વારા તાલુકા લેવલથી રાજ્ય લેવલ સુધી ગુજરાત રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં રમત
ગમતની પ્રતિભા ઉજાગર કરવા માટે ખેલમહાકુંભ યોજવામાં આવે છે જેમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓન શોંધવા માટે
યંગ ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન હેઠળ ખેલાડીઓની પસંદગી કરી રમત પ્રતિભાશાળી બાળકોને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ
યોજનામાં પ્રવેશ આપવામાં આવે છે.
શૈક્ષણિક વર્ષ: ૨૦૨૬-૨૭માં આવી પ્રતિભાઓને તક પૂરી પાડવા ખેલ મહાકુંભ હેઠળ અંડર-૯ અને અંડર-૧૧
તાલુકા કક્ષાની 30 મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનોને
અલગ તારવી જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર જિલ્લાના પસંદગી
પામેલ કુલ ૧૩૦૬ ખેલાડીઓ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેવા આવનાર છે.
રાજયમાં રમત ગમતના વિકાસ માટે બાળકોને શિક્ષણ સાથે રમત ગમતની તાલીમ આપી રાજયમાં
રમતગમતનું સ્તર ઉચું આવે તેવા ઉમદા હેતુને સાર્થક કરવા ઇનસ્કુલ પ્રોગ્રામ વર્ષ: ૨૦૧૪-૧૫ થી કાર્યાન્વિત
કરવામાં આવેલ છે અને આવા બાળકોને ડી.એલ.એસ.એસ. યોજનામા પ્રવેશની તકો પુરી પાડવા પ્રતિ ટ્રેનર ૬ (છ)
પ્રતિભાશાળી બાળકો જેઓ ૧૧ વર્ષ મુજબ તા.૦૧/૦૧/૨૦૧૫ થી તા.૩૧/૧૨/૨૦૧૬ વચ્ચે જન્મેલા હોય તેવા
ખેલાડીઓ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેવા આવનાર છે.
ખેલાડીઓની યાદી તેમજ રજીસ્ટ્રેશન ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ – dsdobhav.blogspot.com પરથી મેળવી
શકાશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગરનો સંપર્ક
કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.
ભાવનગરમાં જિલ્લાકક્ષા ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન (બેટરી ટેસ્ટ) કાર્યક્રમ તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન યોજાશે




















Recent Comments