આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપવાની સાથે નવા રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓ, રીન્યુઅલ માટે આવેલી અરજીઓ, ઓચિંતી તપાસ, આજદિન સુધી કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.કલેક્ટરશ્રીએ તાલુકાવાઇઝ સેક્સ રેશિયાની સમીક્ષા કરી જિલ્લામાં કોઇ પણ જગ્યાએ ગેરકાયદેસર એમ.ટી.પી થતું હોય તો તેમની સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ચંન્દ્રમણીકુમારે ભાવનગરમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે થયેલી કામગીરી અંગે વાકેફ કર્યાં હતાં.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિના ચેરમેનશ્રી સુમીતભાઇ ઠક્કર સહિત કમીટિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



















Recent Comments