અમરેલી

સાવરકુંડલામાં દિવાળીના પર્વની ભારે હર્ષોલ્લાસ અને ફટાકડા આતશબાજી વચ્ચે ઉજવણી

કોએ મનભરીને ફટાકડા ફોડીને આનંદ કર્યો.. મોટાભાગની દુકાનોમાં ફટાકડાનો સ્ટોક ખતમ થયેલ જોવા મળેલ

ખાસકરીને નાના બાળકોની ફટાકડાની આઈટમ માટે ભારે ખરીદી જોવા મળી. દિવાળીના પવિત્ર અને પાવન તહેવારની સાવરકુંડલા શહેર સહિત તાલુકામાં ભારે ઉત્સાહ સાથે ફટાકડા ફોડી દેવી-દેવતાઓના દર્શન અને ચોપડા પૂજન વચ્ચે ભવ્ય ઉજવણી કરી હતી દિવાળીના પર્વને લઈ ખુશી અને ઉત્સાહનો એક અનેરો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. બીજી બાજુ દિવાળીનો પવિત્ર તહેવાર હોય સાવરકુંડલા નગરજનો વહેલી સવારથી જ દેવી-

દેવતાઓના દર્શનાર્થે વિવિધ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. જેને લઈ મંદિરોમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તોજનોની ભારે ભીડ જોવા મળી હતી. તો વેપારી મિત્રોએ શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન લેપટોપ કોમ્પ્યુટર અને ટેબલેટ પૂજન કરી વેપાર ધંધામાં સફળતા અને આર્થિક સફળતા માટે લક્ષ્મીજી માતા ગણેશજી અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય રચાયું હતુ .

Related Posts