અમરેલી

ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદાઓ બદલી જાય છે ??? કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયા ના અણિયાળા સવાલ ખાનગી માલિકી ની બિન સંપાદિત જમીનો માં વીજ લાઈનો નાખવા કાયદા ની જોગવાઈઓ ટાંકી ભય દર્શકો નોટિસો ના વધતા કિસ્સા ઓથી ખેડૂતો માં ચિંતા

રાજ્ય ના ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદાઓ બદલી જાય છે ??? તેવા અણિયાળા સવાલો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા પાલ આંબલિયા 

તાજેતર માં હળવદ વટામણ 765 kv વીજ લાઈનમાં કંઈક આવું જ બન્યું હોવાની શંકા છે

વઢવાણ ગામના સર્વે નંબર 2602 ખાતા નંબર 2777 ક્ષેત્રફળ 23067 ચોરસ મીટર માલિક પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પટેલ વીજ લાઈન માટેનું ગેજેટ નોટિફિકેશન 31/01/2025 ના રોજ જાહેર થયું

ઉપરોક્ત જમીન બિન ખેતી કરવા ઓનલાઈન અરજી તારીખ  04/03/2025 ઉપરોક્ત જમીન બિન ખેતી થયા તારીખ 03/04/2025 સવાલ ગેજેટ નોટિફિકેશન બાદની તારીખમાં બિન ખેતી થઈ જ ન શકે તો કેવીરીતે થયું ? છે ને મહાન જાદુગરો ?

કંપની પાસેથી ખેડૂતોએ લીધેલા ડોક્યુમેન્ટમાં ઉપરોક્ત જમીનની વિગત 7 નંબર પર દર્શાવેલી છે

કંપની ડોક્યુમેન્ટ મુજબ prakash varmora MLA (found NAland as per dissussion) આવું લખાણ છે કંપની ડોક્યુમેન્ટ મુજબ આ સવાલ વાળી જમીનમાં tentative area 810 મીટર લખેલ છે

કંપની, કલેક્ટર નોટિસ આપે તેમાંથી ધારાસભ્યશ્રીનું નામ બાકાત કેવીરીતે થયું ?? ગામ જબલપુર, ટંકારા ના ખેડૂતનું ગેઝેટ નોટિફિકેશન પહેલાનું બિન ખેતી હોવા છતાં કલેક્ટરશ્રીની નોટિસમાં નામ શા માટે આવ્યું ?? જો બિન ખેતી માટે કલેક્ટર નોટિસ ન કાઢતા હોય તો જબલપુરના ભાણજીભાઈનું નામ પણ ન હોવું જોઈએ શું ધારાસભ્યશ્રીઓ માટે કાયદાઓ અલગ છે ?? વીજ અધિનિયમ ૨૦૦૩ ની જોગવાઈ ઓને અનુચર્યા વગર મનધડત નિર્ણયો સામે ખેડૂતો ને પારાવાર મુશ્કેલી ઓમાં મુકાવું પડે છે સૌરાષ્ટ્ર માં જેટકો દ્વારા વિવિધ કાયદા ઓના ટાંકી ભય દર્શક નોટિસો આપી લાઈનો નાંખવા દબાવવા ના વધતા કિસ્સા ઓ ખાનગી માલિકી ની ખેતી ની જમીનો માં વીજ લાઈનો માટે ખેડૂતો ને રીતસર પજવણી ઉભા પાક માં વગર વળતરે લાઈનો ઉભી કરવા કોન્ટ્રાક્ટરો દ્વારા ટેલિગ્રામ એકટ વીજ અધિનિયમ સહિત ભય દર્શક નોટિસો કેમ ? ખાનગી માલિકી ની ખેતી ની જમીનો માં શુ ખેડૂતો ના કોઈ હક્ક રક્ષિત કરવાનો નહિ વીજ કંપની ઓ વાણિજ્ય છે મફત વીજળી થોડી આપે છે ? બિન સંપાદિત ખાનગી જમીનો માં આડેધડ વીજ લાઈનો માટે ખેડૂતો ના હક્ક અધિકારો ને બાધા પહોંચાડવા ના વધતા કિસ્સા ચિંતા જનક વધી રહ્યા છે  

Related Posts