હોળી-ધૂળેટી તહેવાર દરમિયાન પ્રતિબંધિત કૃત્યો કરવા નહિ

આગામી તા.૧૩-તા.૧૪ માર્ચ, ૨૦૨૫ના રોજ હોળી તથા ધૂળેટીના તહેવાર દરમિયાન જિલ્લામાં જાહેર સ્થળો પર જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા કૃત્યો પર પ્રતિબંધ છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
હોળી ધૂળેટીના તહેવારોમાં કોઈપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ પર અથવા મકાનો, મિલ્કતો વાહનો ઉપર, વાહનોમાં જતા આવતા શખ્સો ઉપર કાદવ, કીચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલ પાણી અથવા તૈલી અથવા આવી બીજી કોઈ વસ્તુઓ નાંખવા ઉપર પ્રતિબંધ છે.
જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવા કે અન્ય કોમની લાગણી દુભાય તે રીતે વર્તન કરવું નહિ. જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે, અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાનિ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિઓ ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવી નહિ.
આ હુકમ તા.૧૩-તા.૧૪ માર્ચ, ૨૦૨૫ દરમિયાન સમગ્ર અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.
હુકમના ભંગ બદલ કે ઉલ્લંઘન બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈઓ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સજાને પાત્ર છે.
Recent Comments