અમરેલી

કર્મ કિયે જા ફલ કી ઈચ્છા મત કર એ ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન યે હૈ ગીતા કા જ્ઞાન

મતલબ કે જીવન માં અટવાયા હોય અને ગીતામાં ઉકેલ શોધવા પ્રયત્ન કર્યો હોય! અમારા એક વાચકે અમને નિર્દોષ ભાવે પૂછ્યું!

જાણે કે કોઈ ” ફાકી”,” ગોળી” કે ” સીરપ”! ટ્રાય કરવાની વાત નો કરતા હોય!તેમ.

પણ એ વાચકનો પ્રશ્ન વેધક અને સૂચક પણ છે.

કારણકે ” સબ દર્દ કી એક દવા”!

” લેલે સંચળ કી ફાકી”!

કારણકે ” પેટ સાફ ,તો હર રોગ માફ”!

માફક સમગ્ર વિશ્વ એ વાતને સમર્થન આપે છે કે જીવનના તમામ પ્રશ્નો સમસ્યાનો ઉકેલ ગીતામાં છે, છે અને છે જ. તો આપણે પણ આજે ” ગીતા જયંતી” ને દિવસે આપડા વાચકો ને પૂછી જ લઈએ …કે…” તમે ક્યારેય ગીતા ટ્રાય કરી છે?. એક્વાર ટ્રાય કરી કેજો!

” પહેલે ઈસ્તામાલ કીજીયે,ફિર વિશ્વાસ કીજીયે” માફક.

ગીતા જયંતીને દિવસે ગીતાને જન જન સુધી પહોંચાડનાર પાંડુરંગદાદા અને ગીતા પ્રેસ ગોરખપૂરને યાદ ન કરીએ તો અપરાધી જ ગણાઈએ. શ્રી કૃષ્ણ મને ગમે છે.માત્ર એટલેજ નહીં કે તે ” રસેઈસ્વર” છે,પરંતુ તેના એક વચન માટે.કે પ્રત્યેક પ્રસંગે હું આવી ને ઊભો રહીશ( સંભવામિ યુગે યુગે!) શ્રી કૃષ્ણ ની આ જે મર્દાનગી સભર ઓફર છે ને !

એના માનમાં કહી દઈએ ” જય શ્રી કૃષ્ણ”,” કૃષ્ણં વંદે , જગત ગુરુ”!

 ગીતા એ ” એટ ધ એલેવન્થ અવર ” કે ” લાસ્ટ મિનિટ બ્રીફ”! જેવી ” મહાભારની શોર્ટી છે”! જેણે ” પાણીમાં બેસી ગયેલ” અર્જુનને ” પાણીદાર” કરી દીધો.

ગીતા અર્જુન માટે કહેવા ઈ છે.દુનિયા આખી એમ જ કેય છે.પરંતુ અમારું એવું  દ્રઢ માનવું છે કે ગીતા અર્જુન કરતાં શ્રી કૃષ્ણની પોતાની જરૂર હતી.ગીતા ના ગવાય,અર્જુન ના લડે અને વિશ્વ નો ” ભવ્ય માં ભવ્ય શૉ” મહાભારતનો ભવ્યતીત ફિયાસ્કો થાય તો શ્રી કૃષ્ણ એ પોતાના દેહ ત્યાગ માટે ” ભીલ” તીર તાકીને  એ મારે તેની રાહ જોવી ના પડે! સ્થળ પર જ કરેંગે યા મરેંગે ન્યાયે દેહ ત્યાગવો પડે!

આવા સંજોગમાં બોલાયેલ ગીતા માં ” કાઈ ઘટે”? હે ભાઈ?

કાંઇ જ નો ઘટે!

શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા ને ” સોરી ભિષ્મ” કહી …..

શ્રી કૃષ્ણ ,જો અર્જુન ગીતા સંભળાવ્યા પછી પણ ” પાણીદાર” થઈ યુદ્ધ ન લડ્યો હોત તો શ્રી કૃષ્ણ શું મહાભારતનું સુરસુરિયું થાવા દેત? 

શું વાત કરો છો સાહેબ! 

કૃષ્ણ ને તમે હજી ક્યાં ” ઓળખ્યો” છે?

Related Posts