ડોનાલ્ડ ટ્રંપે શપથ લેતા જ પોતાના તેવર દેખાડવાનું શરૂ કરી દીધું

શપથ લીધા બાદ ટ્રમ્પે પોતાની પેન પણ ફેંકી દીધી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ આખી દુનિયામાં પોતાના ખાસ તેવર માટે જાણીતા ટ્રંપની એક હરકતે તેમણે ફરીથી ચર્ચામાં લાવી દીધા છે. ટ્રંપ જે હવે સંયુક્ત રાજ્ય અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે, તેમણે શપથ ગ્રહણ દરમિયાન કંઈક એવું કર્યું જે હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. ચાલો જાણીએ આખો મામલો. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ દરમિયાન જે પેન ફેંકી હતી. જેનાથી તેમણે ઘણા ઓર્ડરો પર હસ્તાક્ષર કર્યા હતા. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે ચાહકો અને સમર્થકોની ભીડ તરફ એક નહીં પરંતુ તેમની ઘણી પેન ફેંકી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ અને ઐતિહાસિક હતો.
યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધાના થોડા સમય બાદ તેમણે વોશિંગ્ટનમાં કેપિટલ વન એશિયા ખાતે તેમના પ્રથમ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ પછી ટ્રમ્પે જે કંઈ કર્યું તેના સમર્થકો અને પ્રશંસકોની ભીડ આનંદથી ઉછળી પડી. ટોળાએ જાેર જાેરથી હર્ષોલ્લાસ શરૂ કર્યો. પેન લેવા લોકો દોડવા લાગ્યા. કેટલાક લોકો પેન સાથે સેલ્ફી લેતા પણ જાેવા મળ્યા હતા. ટ્રમ્પે લાંબુ ભાષણ આપ્યું, ત્યારબાદ ટ્રમ્પ સ્ટેજ પરના નાના ડેસ્ક પર બેઠા. ત્યારબાદ તેમણે નવા ફેડરલ નિયમો અને નિમણૂંકો અને બાઈડન વહીવટીતંત્રમાંથી સૂચનાઓ પાછી ખેંચી સહિતના ઘણા દસ્તાવેજાે પર હસ્તાક્ષર કર્યા હતા. આ સિવાય તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવાના નિર્દેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ તમામ હસ્તાક્ષરો ફેંકેલી પેનથી કરવામાં આવ્યા હતા. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પેન સમર્થકોની ભીડમાં ફેંકી દીધી. તેમણે પહેલા લાકડાની ટ્રે પર રાખેલી પેન પર નજર કરી અને પેન ઉપાડીને ભીડ તરફ ફેંકી. આ પછી તેમણે ભીડ તરફ અનેક પેન ફેંકી. રાષ્ટ્રપતિની પેન મેળવવા માટે સમર્થકો ઉત્સાહિત જાેવા મળ્યા.
Recent Comments