ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને દર્દી કલ્યાણ માટે શેઠ પરિવાર દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં છેલ્લા ચારેક વર્ષથી વખતો-વખત અનુદાન આપનાર વડોદરા નાં વતની શ્રી અશોકભાઈ શેઠ /પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન દ્વારા આપણી હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં હોસ્પિટલ બિલ્ડીંગ નં.૨ માટે ડાયાલીસીસ મશીન અને ઓર્થોપેડીક વિભાગમાં ઓપરેશનનાં સાધનો ખરીદી બાબતે હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રી-બી.એલ. રાજપરા સાથે ચર્ચા થયા મુજબ દાતા શ્રી અશોકભાઈ શેઠ દ્વારા USD $ 1,05,000 (અમેરીકન ડોલર કે જેના અંદાજીત રૂા.૯૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા નેવું લાખ થાય) જેવી માતબર રકમનુ અનુદાન તા.૨૦.૮.૨૫ નાં રોજ અર્પણ કરેલ છે.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી અશોકભાઈ શેઠ / પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સન્ ૨૦૨૨ થી તેઓશ્રી તરફથી રૂા.૭૭,૦૦,૫૮૫/-અંકે રૂપિયા સત્યોતેર લાખથી વધુ માતબર રકમનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.
સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને દાતા શ્રી અશોકભાઈ શેઠ દ્વારા રૂા.૯૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા નેવું લાખ જેવી માતબર રકમનુ દાન

Recent Comments