બગસરા ગુજરાત ના જાણીતા દાતા, વિચારક અને વ્યસન મુક્તિ અભિયાન ના હિમાયતી, એવા બગસરા ના વતની શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા પરીવાર ના સહયોગથી, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા એક જ મહિનામાં ત્રણ, ત્રણ જગ્યાએ , જરૂરીયાત મંદ લોકો માટે, મેડીકલ સાઘનો ની સેવા ઉપલબ્ધ કરાવી, અનોખા સેવા યજ્ઞ માં નિમિતરૂપ બની, ગરીબોના બેલી બની રહ્યા છે, તેમ દેવચંદ સાવલિયા એ જણાવેલ. મારે મારા વતન માટે કંઈક સારા કામો કરવા છે, મારી સંપત્તિ નો ઉપયોગ સત્કર્મ ની પ્રવૃત્તિ માટે થાય, એવી ભાવના ધરાવતા, કિશોરભાઈ અને તેમના ભાઈ નરેન્દ્ર ભાઇ એ એક જ મહિનામાં બગસરા તાલુકાના જુની હળીયાદ અને મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે મેડીકલ સાઘન સેવા શરૂ કરાવી લોકો ના આશીર્વાદ મેળવેલ તેમજ તારીખ ૧૭. જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બગસરા તાલુકાના હામાપૂર ગામે સરદાર પટેલ સેવા સમાજ દ્રારા પણ આ સેવા નો શુભારંભ કરવામાં આવેલ. આ ત્રણેય ગામોમાં બે લાખ ના મેડીકલ સાઘન નું દાન આપી, સ્વ હરીભાઇ દડીયા ને સાચી ભાવાંજલિ આપવાનો અનોખો પ્રયાસ અનેક લોકો માટે પ્રેરણા રૂપ બની રહેશે. પોતાની મહેનત થી કમાયેલ લક્ષ્મીનો ઉપયોગ દીન દુઃખી ના. આંસુ લુછવા માટે કરી, દડીયા પરીવારે સમાજ ને નવો રાહ ચીંધ્યો છે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
દડીયા પરિવાર નાં સહયોગ થી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદો ને મેડીકલ સાઘનો અર્પણ

Recent Comments