દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના નવ નિર્માણ અર્થે અમદાવાદ ખાતે તા.૨૩ મી ઓગસ્ટ ના રોજ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સેવક સમુદાય નું રાજ્ય સરકાર ના માજી મંત્રી વલ્લભભાઈ કકડીયા ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન યોજાયું
અનેક ઉદાર દિલ દાતા ઓ એ કરોડો ની સખાવત કરી અંદાજીત ૪૫ કરોડ જેવી રકમ ના ખર્ચે નિર્માણ થનાર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ વિસ્તૃત માહિતી થી અવગત કરતા ટ્રસ્ટી હરજીભાઈ નારોલા સહિત ના ટ્રસ્ટી ઓ વર્તમાન સમય માં મંદિર માં આવતા દર્શનાર્થીઓ શ્રદ્ધાળુ ભાવિકો ને મળતી સુવિધા અને ભવિષ્ય માં દાદા ના દર્શનાર્થીઓ અંગે જરૂરિયાતો ને ધ્યાને રાખી મંદિર પ્રશાસન દ્વારા નવ નિર્માણ થનાર મંદિર ની વિશેષતા ભાવિ પ્રકલ્પો થી સર્વ ને અવગત કરાયા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર કરવા યોજાયેલ સ્નેહ મિલન માં અમદાવાદ ને કર્મભૂમિ બનાવી નામ દામ કમાઈ ઉન્નત થયેલ અનેક મહાનુભવો એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રત્યે ની શ્રદ્ધા અને વિશ્વાસ વ્યક્ત કરી હાજરા હાજુર હનુમાનજી દાદા ના ધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર માટે કરોડો ની સખાવતો કરી સાવલિયા ની વાડી નિકોલ ખાતે યોજાયેલ સ્નેહ મિલન માં સમગ્ર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી ભુરખિયા ગામ પરિવાર પૂજારી સેવકો સહિત ની વિશાળ ઉપસ્થિતિ માં અમદાવાદ શહેર માંથી અનેક ઉદ્યોગ રત્નો કેળવણી રત્નો બિલ્ડરો વેપારી ઓ એ ભાવિ પ્રકલ્પો અંગે અનેક ભવનો નિર્માણ નું સૌજન્ય અર્પી દાદા પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો આ સ્નેહ મિલન માં રાજ્ય સરકાર ના માજી મંત્રી વલ્લભભાઈ કકડીયા માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના બી એલ રાજપરા માજી નગર પતિ સુરેશચંદ્ર મહેતા ઇગોરાળા ના મકવાણા મેક્સન પરિવાર ભિગરાડ ના આણંદાણી પરિવાર વીરપુર નાકરાણી કોઠીયા પરિવાર ગુજરાત હાઈકોર્ટ ના એ.જી પી મનન મહેતા પૂર્વ શિક્ષણ સુરેશભાઈ ઠાકર અંનતા હોસ્પિટલ ના જીજ્ઞેશભાઈ સુતરિયા પ્રકાશભાઈ માંડવા વાળા રામપર ના સતાણી પરિવાર સહિત અમદાવાદ સ્થિત અનેક નામી અનામી પરિવારો એ હાજરી આપી યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નવ નિર્માણ માટે ઉદાર સખાવતો કરી હતી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રશાસન તરફ થી દાતા પરિવારો ને દાદા ના સ્મૃતિ ચિન્હ અર્પી સન્માનિત કરાયા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નવ નિર્માણ ની ભવ્યતા અને દિવ્યતા અને મંદિર ટ્રસ્ટ દ્વારા અતિ અનેક વિધ સેવા પ્રવૃત્તિ ની ડોક્યુમેન્ટરી દ્વારા પ્રસ્તુતિ કરાય હતી દાદા ના સાનિધ્ય માં થતી માનવતા લક્ષી સેવા પ્રવૃત્તિ નિહાળી ખૂબ પ્રભાવિત અનેક શ્રદ્ધાળુ ભાવિકો માં દાદા પ્રત્યે ની શ્રદ્ધા અને વિશ્વાસ વધુ પ્રબળ બને તેવી એક ધર્મ સંસ્થાન ની સેવા થી રાજીપો વ્યક્ત કરતા અનેક મહાનુભવો અને ઉદાર દિલ દાતા ઓ ખૂબ ખુશી વ્યક્ત કરી કરી હતી
Recent Comments